:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

T+૦ સેટલમેન્ટની આજથી શરૂઆત : BSE-NSE દ્વારા 25 સ્ક્રિપ જાહેર...

top-news
  • 28 Mar, 2024

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર આજ-ગુરૂવાર ૨૮, માર્ચ ૨૦૨૪થી ટ્રેડીંગના દિવસે જ સિક્યુરિટીઝમાં સેટલમેન્ટ એટલે કે ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ શરૂ થનાર છે. જે મર્યાદિત બ્રોકરો અને ૨૫ સ્ક્રિપો માટે જ બીટા વર્ઝન સાથે શરૂ થઈ રહ્યું છે. જે માટે બીએસઈ અને એનએસઈએ ૨૫ માન્ય સ્ક્રિપોની યાદી જાહેર કરી છે.

એનએસઈ અને બીએસઈ દ્વારા જાહેર થયેલી ૨૫ સ્ક્રિપોની યાદીમાં અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન-બીપીસીએલ, સિપ્લા, બિરલાસોફ્ટ લિ., કોફોર્જ લિ., દિવીઝ લેબોરેટરીઝ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટલ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ લિ., એલટીઆઈમાઈન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી લિ., ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન-ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સમવર્ધના મધરસન ઈન્ટરનેશનલ લિ., સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ લિ., યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાન્તા લિમિટેડનો સમાવેશ છે.

ઉલ્લેખનીય છે કે સેબીએ શેર બજારોમાં વૈકલ્પિક ધોરણે બીટા વર્ઝન સાથે ટી પ્લસ શૂન્ય એટલે કે સોદાના દિવસે જ શેરોમાં સેટલમેન્ટને ૨૮, માર્ચથી અમલી બનાવવાનું નક્કી કર્યું છે. જયારે ઈક્વિટી કેશ માર્કેટમાં વર્તમાન ટી પ્લસ વન સેટલમેન્ટ ચાલુ જ રહેશે. શેર બજારો બીએસઈ અને એનએસઈ ૨૮, માર્ચ ૨૦૨૪થી ૨૫ સ્ક્રિપોમાં ટી પ્લસ શૂન્ય (T+૦) ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરશે. આ સેટલમેન્ટનો સમય સત્ર સવારે ૯:૧૫ વાગ્યાથી બપોરે ૧:૩૦ વાગ્યા સુધીનો રહેશે.

ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં  ભાવ રેગ્યુલર ટી પ્લસ માર્કેટમાં ભાવથી ૧૦૦ બેઝિઝ પોઈન્ટ વધુના પ્રાઈસ બેન્ડ સાથે ઓપરેટ થશે. આ  બેન્ડમાં ટી પ્લસ વન બજારમાં દરેક ૫૦ બેઝિઝ પોઈન્ટની મુવમેન્ટ બાદ એમાં ફરી કેલિબરેશન થશે. ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ હેઠળ શેરોના ટ્રેડીંગ ભાવોને ઈન્ડેક્સની ગણતરીમાં અને સેટલમેન્ટ ભાવ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે નહીં. આ સાથે ટી પ્લસ શૂન્ય સેગ્મેન્ટમાં ટ્રેડીંગના ધોરણે સિક્યુરિટીઝના અલગથી બંધ ભાવ જાહેર થશે નહીં.

સમયાવધિ, પ્રક્રિયા અને રિસ્ક જરૂરીયાતો જે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્સ્ટીટયુશન્સ દ્વારા નિર્ધારિત કરાયેલી છે, એને અનુસરનારા  તમામ રોકાણકારો ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં ટ્રેડ કરવા માન્ય રહેશે. ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલમાં અત્યારે લાગુ સર્વેલન્સ પગલાં ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં સ્ક્રિપોને પણ લાગુ થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎