:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતીય નૌકાદળે 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યાં: ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું....

top-news
  • 30 Mar, 2024

સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યોં છે, એમાંય ખાસ કરીને  ભારતીય નૌકાદળ તેની પ્રશંસનીય કામગીરીથી નામના મેળવી  છે, એવામાં એડનની ખાડીથી પ્રાપ્ત સમાચાર મુજબ ત્યાં ચાંચિયાઓ દ્વારા જહાજો પરના હુમલામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. એવજ એક બનાવ માં  ભારતીય નૌકાદળે શુક્રવારે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપીને કાર્યવાહી કરી હતી. ભારતીય નૌકાદળે કલાકોમાં જ પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે જ ઈરાની ફિશિંગ જહાજ  'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું.

ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ સામે મોટી કાર્યવાહી કરીને જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને ચાંચિયાઓના કબજામાંથી બચાવી લીધું છે. આ જહાજ ઈરાની ફિશિંગનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે પણ 23 પાકિસ્તાની ક્રૂને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. ભારતીય નૌકાદળે આ ઓપરેશન અંગે તેના નિવેદનમાં કહ્યું હતું કે  12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર ફિશિંગ અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બનશે. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નૌકાદળે તેમને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું.

આ અંગે માહિતી અનુસાર ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓના હુમલાનો જડબાતોડ જવાબ આપીને એક ઓપરેશન હેઠળ કલાકોની આકરી કાર્યવાહી બાદ 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે જ ઈરાની ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું. નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર ચાંચિયાઓએ હુમલો કર્યાની માહિતી મળી હતી. આવી માહિતી મળતાની સાથે જ નૌકાદળે ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત બે જહાજોએ જડબાતોડ જવાબ આપીને કાર્યવાહી કરી હતી. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ 90 એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎