:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચક્રવાતથી પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી : 5ના મોત વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે સીએમ મમતા ...

top-news
  • 01 Apr, 2024

અચાનક વાતાવરણમાં થયેલા પલટાને કારણે  પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જોકે બંગાળ હિદ મહાસાગરથી નજીક હોવાથી અહી આવા તોફાનો તેમજ ચક્રવાત દસ્તક અપતાજ હોય છે, તેથી આ  વિસ્તારમાં ભારે તબાહી સર્જાતી જૉવા મળતી હોય છે. એવા માં અચાનક જલપાઈગુડીજિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કરા સાથેના જોરદાર પવન ફુંકાતા અનેક ઝૂંપડા અને મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પડી ગયા હતા.

આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 500 લોકો ઘાયલ થયા છે. જોકે, રવિવારે એરિયા મેજિસ્ટ્રેટ શમા પરવીને કહ્યું હતું કે 4 લોકોના મોત થયા છે. જ્યારે હવે બીજી મહિલાના મોતની પણ પુષ્ટિ થઈ છે.  મૃતકોની ઓળખ દ્વિજેન્દ્ર નારાયણ સરકાર (52), અનીમા રોય (49), જોગેન રોય (70) અને સમર રોય (64) તરીકે થઈ છે. વાવાઝોડાને કારણે વધુ એક મહિલાનું પણ મોત થયું છે.

રાજ્યના સીએમ મમતા બેનર્જીએ ચક્રવાતના કારણે સર્જાયેલા વાવાઝોડા પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમ પોતાનો કાર્યક્રમ રદ્દ કરીને રવિવારે રાત્રે જ જલપાઈગુડી પહોંચ્યા હતા. તેમણે વિસ્તારની સમીક્ષા કરી અને ચક્રવાતથી પ્રભાવિત લોકોને મળવા માટે જલપાઈગુડી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની પણ મુલાકાત લીધી,મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે આફત આવી, જેના કારણે ઘણા ઘરોને નુકસાન થયું અને પાંચ લોકોના મોત થયા. બેની હાલત નાજુક છે.

મુખ્યપ્રધાનએ ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર સ્થળ પર હાજર છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર પીડિતોની મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. વહીવટીતંત્ર જરૂરિયાતમંદ લોકોની સાથે રહેશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે જે નુકસાન થયું છે તેનાથી અમે વાકેફ છીએ અને જે સૌથી મોટું નુકસાન થયું છે તે જાન-માલનું નુકસાન છે.

આ પહેલા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જલપાઈગુડી જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલી તબાહી પર શોક વ્યક્ત કર્યો હતો. એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં તોફાનથી પ્રભાવિત લોકો સાથે મારી સંવેદના છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. વડાપ્રધાને કહ્યું કે, હું ભાજપ બંગાળના તમામ કાર્યકર્તાઓને અસરગ્રસ્ત લોકોની મદદ કરવા માટે પણ વિનંતી કરીશ. રાજભવનના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યપાલ સીવી આનંદ બોઝ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સોમવારે જલપાઈગુડી જવા રવાના થશે.

રાજભવનના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યપાલ સીવી આનંદ બોઝ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા જલપાઈગુડી જવા રવાના થતા પહેલા ઘટના વિશે વાત કરતા કહ્યું કે તમે બધા જાણો છો કે ગઈકાલે જલપાઈગુડીમાં તોફાન આવ્યું હતું. જાનમાલનું નુકસાન થયું છે. મકાનોને નુકસાન થયું છે. અમે બધા તેના વિશે ચિંતિત છીએ. તેમણે કહ્યું કે તેઓ ટુંક સમયમાં જ આ વિસ્તારની મુલાકાત લેશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎