:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક,7 ના મોત : હુમલામાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલરની ઈમારતને નુકસાન ...

top-news
  • 02 Apr, 2024

ઈઝરાયેલ હમાસનું યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુનો સમય વીતી ગયો હોવા છત્તા ,યુદ્ધ રોકવાનું નામ નથી . બંને બાજુએ આક્રમકતા એટલી જ છે. નરસહાર પણ કઈ ઓછો થતો નથી, એવામાં ફરી એક વાર ઈઝરાયેલ દ્વારા સિરિયા પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું.

જાણકારી મુજબ ઈમારતની અંદર ત્રણ વરિષ્ઠ કમાન્ડરો સહિત તેના સાત લશ્કરી સલાહકારો માર્યા ગયા , ઉપરાંત ત્યાં હાજર તમામ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે તેમના મોત થયા છે કે લોકો ઘાયલ થયા છે. સિરિયાની સરકારી મીડિયા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ હતી . ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું.

જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.ઈરાનના રાજદૂત હુસૈન અકબરીએ ઈઝરાયેલની નિંદા કરી અને કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોનું મોત થયું છે. તેમને કહ્યું કે બચાવકર્મચારીઓને હજુ પણ લોકો કાટમાળ નીચે ફસાયા હોય તેવી આશંકા છે. રાજદૂતે કહ્યું કે ઈમારતની સુરક્ષામાં તૈનાત બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે.

સિરિયાના વિદેશ મંત્રી ફૈસલ મેકદાદે ઈરાનના રાજદૂત અકબરી સાથે મુલાકાત બાદ મીડિયાને વધુ જાણકારી આપ્યા વગર જણાવ્યું કે ઘણા લોકો માર્યા ગયા છે. ઈરાનના સરકારી ટેલિવિઝને પોતાના અહેવાલમાં કહ્યું કે ઈરાની રાજદૂતનું આવાસ કાંસુલર ભવનમાં હતું, જે દુતાવાસની પાસે સ્થિત હતું.

સરકારી સમાચાર એજન્સી સનાએ એક સૈન્ય સુત્રના હવાલાથી કહ્યું કે માઝેહના કડક સુરક્ષાવાળા વિસ્તારમાં ઈમારત જ જમીનદોસ્ત થઈ ગઈ છે.  રાહતકર્મીઓ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધી રહ્યા છે. ઈઝરાયેલી સેનાએ તરત જ ટિપ્પણી કરી ન હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎