:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઓકિનાવા દ્વીપ સમૂહના મુખ્ય ટાપુ પર ચીનને આકરો સંદેશો: ટાઈપ 12ની મિસાઈલમાં જીપીએસ - રડાર ગાઈડેડ સિસ્ટમ તૈનાત ...

top-news
  • 02 Apr, 2024

જાપાન પણ ચીનની દાદાગીરી ચલાવી લેવાના મૂડમાં નથી. ચીનને મજબૂત સંદેશ આપવા માટે જાપાને ઓકિનાવા દ્વીપ પરથી મિસાઈલ યુનિટ તૈનાત કર્યું છે. તેની સંરક્ષણ ક્ષમતાઓને વેગ આપતા, જાપાને ઓકિનાવાના મુખ્ય ટાપુ પર સપાટીથી યુદ્ધ જહાજ મિસાઈલ યુનિટ તૈનાત કર્યું. આ દરમિયાન જાપાન દ્વારા એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે જાપાન દ્વારા આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કે જેથી ચીની નેવીને જડબાતોડ જવાબ આપી શકાય. જાપાનના વરિષ્ઠ નાયબ રક્ષા મંત્રી માકોતો ઓનિકીએ આ દરમિયાન કહ્યું કે દેશના હિતોની રક્ષા માટે ઓકિનાવાનું વ્યૂહાત્મક મહત્વ છે અને તેઓ અહીં સેનાને મજબૂત કરશે.

જાપાને હવે પોતાના ઓકિનાવા દ્વીપ સમૂહના મુખ્ય ટાપુ પર ચીનને આકરો સંદેશો આપવા માટે મિસાઈલ યુનિટની તૈનાતી કરી છે. જે જમીન પરથી લોન્ચ કરી શકાય છે અને યુધ્ધ જહાજને ટાર્ગેટ કરી શકે છે. ચીનની વધતી જતી આક્રમકતાના કારણે જાપાન પણ હવે પોતાની સુરક્ષા વધારવા માટે મજબૂર બન્યુ છે. મિસાઈલ યુનિટને તૈનાત કરવા માટે એક કાર્યક્રમ પણ યોજાયો હતો. 

મીડિયા રિપોર્ટ અનુસાર ટાઈપ 12 પ્રકારની મિસાઈલનુ સંચાલન કરનાર યુનિટનુ મુખ્ય કામ ઓકિનાવા તેમજ મિયાકો ટાપુ વચ્ચેથી પસાર થતા ચીનના યુધ્ધ જહાજો પર નજર રાખવાનુ હશે. ટાઈપ 12 પ્રકારની મિસાઈલમાં જીપીએસ તથા રડાર ગાઈડેડ સિસ્ટમ લગાવાઈ છે. જે 200 થી 400 કિલોમીટર દુર સુધી પ્રહાર કરી શકે છે. જાપાનની યોજના 2026 સુધીમાં મિસાઈલની રેન્જ વધારીને 1000 કિલોમીટર કરવાની છે.

આ જ મિસાઈલ યુનિટ ઓકિનાવા ટાપુ સાથે જ જોડાયેલા બીજા નાના ટાપુઓ પર પણ તૈનાત કરવામાં આવેલુ છે પણ ઓકિનાવાના મુખ્ય ટાપુ પર ઓકિનાવા દ્વીપ સમૂહના મુખ્ય ટાપુ પર ચીનને આકરો સંદેશો ઓકિનાવા ટાપુના લોકો વધતા જતા સૈન્ય તણાવના કારણે ચિંતિત છે. ઓકિનાવાના ગર્વનર વધુને વધુ હથિયારોની તૈનાતીનો વિરોધ કરી રહ્યા છે. કારણકે આ ટાપુ પર પહેલાથી જ અમેરિકાના મિલિટરી બેઝ અને બીજા હથિયારો તથા ઉપકરણો તૈનાત છે.

ઓકિનાવાની આસપાસના દરિયાઈ વિસ્તારમાં છાશવારે જાપાન અને ચીનના જહાજો આમને સામને આવતા હોય છે. ચીને આ વિસ્તારમાં પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ વિમાનોને પણ તૈનાત કર્યા હોવાથી જાપાનની ચિંતા વધી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎