:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શહેરમાં RTE હેઠળ 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ : ખોટી આવક દર્શાવવાના મામલે શિક્ષણાધિકારીની કાર્યવાહી..

top-news
  • 03 Apr, 2024

શહેરમાં આવકનું ખોટુ પ્રમાણપત્ર બનાવી આપનારાઓનો વેપલો પુષ્કળ પ્રમાણમાં વધ્યો છે, તેની સામે વાલીઓ પણ પોતાના બાળકોને નામાંકિત શાળામાં એડમિશન મેળવવા માટે ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોય છે તેને કારણે જ ખોટી આવકના પ્રમાણપત્ર બનાવી આપનારા લોકો પણ શહેરમાં વધ્યા છે, આ મામલે અમદાવાદના  શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,

તે મુજબ ખોટી આવકનું પ્રમાણપ્રત્ર મેળવીને શાળાઓમાં એડમિશન મેળવનાર વાલીઓ સામે પગલાં લેવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, અને RTE હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર વિવિધ શાળાના કુલ 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં શાળામાં RTEમાં ભણતા બાળકોના વાલીની આવક વધુ મળી આવી હતી. જેને પગલે આવા બાળકોના રેગ્યુલર એડમિશન કરવા વાલીઓને સૂચના અપાઇ હતી. RTE હેઠળ દર્શાવાતી આવક કરતા વધુ આવક મળી આવતા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી ત્યાર બાદ ખોટી આવકનો ખુલાસો થતા 170 વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા છે. 

રદ કરાયેલા એડમિશનમાં ઉદગમ સ્કૂલના 106 અને ગ્લોબલ સ્કૂલના 46 એડમિશન જ્યારે ઝેબર સ્કૂલના 10, આનંદ નિકેતન સ્કૂલના 6 એડમિશન રદ કરાયા છે. તેમજ એચ-3 વર્લ્ડ સ્કૂલમાં 1 એડમિશન રદ કરવામાં આવ્યા છે. ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. RTE એક એવો કાયદો છે કે જેનાથી હોશિયાર છતા આવકની દ્રષ્ટિએ નબળા વિદ્યાર્થીને સારામાં સારી સ્કૂલમાં સારામાં સારુ શિક્ષણ મળે.

RTEનો કાયદો 2009માં બન્યો જે બાદ ગુજરાતમાં 2012થી અમલી બન્યો હતો. RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે, જેમાં ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. RTE હેઠળ એડમિશન માટે સંપત્તિ નહીં પરંતુ આવક જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે અમદાવાદ સહિત રાજ્યમાં ક્યાંય પણ બંગલા કે હવેલીમાં રહેતી વ્યક્તિના બાળકને RTEમાં એડમિશન મળી શકે છે. જો કે આવક વધુ હોય તો તેના બાળકને RTE હેઠળ એડમિશન મળી શકે નહી.

આવકના દાખલા પણ કેટલાક વાલીઓ ખોટા બનાવીને પ્રવેશ મેળવે છે, ત્યારે સ્કૂલ દ્વારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે અને ત્યારે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સાબિત થાય ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તેમનું એડમિશન રદ્દ કરવામાં આવે છે. આવકના ખોટા દાખલ માટે કોઈ પગલા લેવામાં આવતા નથીં માત્ર એડમિશન રદ્દ કરવાની જ શિક્ષણ અધિકારીને સત્તા આપવામાં આવી છે. આવકના દાખલા કચેરીમાંથી અરજીના આધારે બનાવી આપવામાં આવે છે. ત્યારે ખોટા દાખલ બનાવી આપનાર કે ખોટા દાખલા લેનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎