:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈઝરાયલ પર વધુ એક હુમલો થઈ શકે : બ્રિટનના નિષ્ણાતોની ચેતવણી...

top-news
  • 04 Apr, 2024

સીરિયા પર ઇઝરાયેલના હુમલા પછી ઇરાન ઇઝરાયેલ પર હમાસ જેવો હુમલો કરી શકે છે એવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ઇરાન ૭ ઓકટોબર જેવો ભયંકર હુમલો ઇઝરાયેલ ઉપરાંત બ્રિટન પર પણ કરી શકે છે.  આવો દાવો બ્રિટનના સંરક્ષણ નિષ્ણાત દ્વારા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

તાજેતરમાં ઇઝરાયલે સીરિયા પર હુમલો કરતા ઇરાનના ટોચના જનરલ સહિત ૭ લોકોના મુત્યુ થતા ઇરાન ધૂંવાપૂંવા થયું છે. 'ધ સન'માં પ્રકાશિત અહેવાલ મુજબ સંરક્ષણ નિષ્ણાત એલન મેંડોજાએ જણાવ્યું હતું કે ઇરાન વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહયું છે. આનાથી વિશ્વ સમક્ષ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

ઇરાને જો કોઇ પણ પ્રકારનું આક્રમક પગલું ભર્યુ તો ત્રીજા વિશ્વયુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા વાર લાગશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર ડૉકટર એલન મેંડોજાએ થિંક ટેંક હેનરી જેકસન સોસાયટીના કાર્યકારી નિર્દેશક છે. તેમનું માનવું છે કે ઇરાનને રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો સહયોગ મળી શકે છે. આથી સંઘર્ષ કોઇ બે કે ત્રણ દેશો પુરતો મર્યાદિત રહેશે નહી.

 ઇરાનની કાર્યવાહીની તૈયારીઓ જોતા તેના દુશ્મન દેશોએ સર્તક રહેવું જોઇએ. ઇરાની નેતા ઇબ્રાહિમ રાઇસીએ પણ સીરિયા હુમલાનો બદલો લેવાની વાત કરી છે. ઇરાનની નેતાગીરીની ધમકીને દુનિયાએ ગંભીરતાથી લેવી જોઇએ. ૭ ઓકટોબર જેવા શકિતશાળી હુમલા માટે ઇરાન લેબનોનનો ઉપયોગ કરી શકે છે. ઇરાનના નિયંત્રણમાં હોય તેવા કટ્ટરપંથી સમૂહો પણ છે જે ઇઝરાયેલ પર મિસાઇલો હુમલો કરી શકે છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎