:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાત ATSએ આણંદમાંથી જાસૂસને પકડ્યો, ભારતની માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો

top-news
  • 20 Oct, 2023

ગુજરાતમાં જાસૂસી કરતાં એક યુવકને ATSએ આણંદથી ઝડપી પાડ્યો છે. (ATS)પાકિસ્તાની સંસ્થા તરફથી જાસૂસી કરતો આ યુવક ભારતીય લશ્કરના નંબર પાકિસ્તાનમાં પહોંચાડતો હતો. તે ઉપરાંત ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના ફોનમાં ટ્રોઝન કરીને વિવિધ માહિતી પાકિસ્તાનમાં તેના આકાઓ સુધી મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. આરોપી હાલ ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાન માટે જાસૂસી કરતા લાભશંકર મહેશ્વરી નામનો શખ્સ કેટલાક મોબાઈલ નંબરો મારફતે પાકિસ્તાનને માહિતી પુરો પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને પાકિસ્તાનની સંસ્થાને મોકલતો હતો.

ATSના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ગતિવિધિની જાણ સેન્ટ્રલ એજન્સીને મળી હતી અને આ વ્યક્તિનો નંબર અને વિગતો ગુજરાત એટીએસને સોંપી હતી. જે વિગતના આધારે ગુજરાત ATS દ્વારા આ જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે