:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં ગુજરાતના 3 સુરત 238, અમદાવાદ 248 અને વડોદરા 256 ક્રમાંકે

top-news
  • 06 Apr, 2024

દિવસે ને દિવસે વિશ્વમાં ગુનાખોરીની ઘટનાઓમાં વધારો થતો જ જાય  છે. ગુનાખોરીની  વધતી ઘટનાઓ સમાજની બદલાતી માનસિકતાનું વર્ણન કરે છે. માણસ સમય જતાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થવાને બદલે વિકૃત થઇ રહ્યો છે. જેને પરિણામે સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.  વિશ્વભરમાં બનતી ક્રાઈમ ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કરતી દિગ્ગજ સંસ્થા નુમ્બેઓએ સૌથી વધુ ક્રાઈમરેટ ધરાવતા 333 શહેરોની યાદી જાહેર કરી છે. તેમાં સૌથી પહેલા ક્રમે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાનું કરાકસ શહેર છે, જ્યાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બને છે, જ્યારે આ યાદીમાં ભારતના 15 શહેરો પણ સામેલ છે. 

નુમ્બેઓની ક્રાઈમરેટની રેન્કિંગ મુજબ કરાકસ બાદ બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયાનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ-20 ક્રિમિનલ ક્રાઈમરેટ ધરાવતા શહેરોમાં સાઉથ આફ્રિકાના પાંચ શહેર, અમેરિકાના અને બ્રાઝિલના ચાર-ચાર, પપુઆ ન્યુ ગીની, હોન્ડુરસ, ટ્રિનિદાદ અને ટોબેગો, અર્જેન્ટીના, ઈક્વાડોર, મેક્સિકોના 1-1 શહેરનો સમાવેશ થાય છે.

યાદીમાં ભારતના 15 શહેરોના નામ પણ સામેલ છે. આમાં દિલ્હી 70માં ક્રમાંકે, નોઈડા 87, ગુડગાંવ 95, બેંગ્લોર 102, ઈન્દોર 136, કોલકાતા 159, મુંબઈ 169, હૈદરાબાદ 174, ચંડીગઢ 177, પુણે 184, ચેન્નાઈ 204, નવી મુંબઈ 224, સુરત  238, અમદાવાદ  248 અને વડોદરા  256 ક્રમાંકે છે.

રિપોર્ટ મુજબ વર્ષ 2023ના છેલ્લા ચાર મહિનામાં 7700 હત્યા થઈ હતી. તેમાં જાતિ આધારીત હિંસાનો પણ ખુલાસો થયો છે. ઉશ્કેરણી અને ગેરસમજના કારણે 7340 હત્યાઓમાંથી 1116 હત્યાઓ થઈ છે. જ્યારે મોબ લિન્ચિંગના કારણે 431 હત્યાઓ થઈ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎