:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ખેડૂતો ખેતર છોડી ફરી મેદાને : શંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેક પર ધરણાં કર્યા ...

top-news
  • 09 Apr, 2024

કિસાનો ફરી એક વાર ખેતરો છોડીને મેદાને ઉતાર્યા છે. તેમના દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે ફરીથી એકવાર આંદોલને ચઢ્યા હતા. દેશમાં હવે લોકસભાની ચુંટણીઓ હોવાથી તેમણે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું ,એના ભાગ રૂપે તેમણે આજે ​​એટલે કે 9મી એપ્રિલે શંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેકને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી છે.

સંયુક્ત કિસાન મોરચા અને કિસાન-મજૂર મોરચાએ હરિયાણા અને પંજાબ સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાનનું પૂતળું બાળ્યું હતું. નવદીપ જલવેડા અને અન્ય ખેડૂત આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ ખેડૂતોએ ખેડૂત આગેવાનોને તાત્કાલિક મુક્ત કરવાની માગ સાથે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાનના પૂતળાનું દહન કર્યું હતું.

ખેડૂતોએ માગ કરી હતી કે તેમના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ દરમિયાન ખેડૂતોએ ચેતવણી આપી શંભુ બોર્ડર પાસે રેલવે લાઇનને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી હતી.ખેડૂતો એમએસપી સહિત તેમની અનેક માંગણીઓને લઈને ઘણા સમયથી શંભુ બોર્ડર પર ઉભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે. દેશમાં હવે લોકસભા ચૂંટણીનો તબક્કો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે. મંત્રણા દરમિયાન સરકાર ઘણા મુદ્દાઓ પર સહમત હતી પરંતુ ખેડૂતો તમામ મુદ્દાઓ સ્વીકારવા પર અડગ હતા.

ભારતીય કિસાન મજદૂર યુનિયનના જિલ્લા પ્રમુખ બૂટા સિંહ ખરજપુરે કહ્યું કે, કેન્દ્ર સરકારના ઈશારે હરિયાણા સહિત અનેક રાજ્યોની સરકારોએ અમારા ખેડૂત નેતાઓની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ખેડૂત નેતાઓ જેલમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. ખેડૂત આગેવાને કહ્યું કે આંદોલનકારી ખેડૂતો પર આટલા અત્યાચાર અને મનમાની કર્યા પછી પણ કેન્દ્ર સરકાર રોકાઈ રહી નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎