:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આખરે ઈઝરાયલે સૈનિકો પરત બોલાવ્યાં: શું રમઝાન ફળશે ?

top-news
  • 09 Apr, 2024

ગયા વર્ષે સાત ઓક્ટોબરથી હમાસ દ્વારા ઈઝરાયલ પર થયેલા હુમલાને છ મહીના થઈ ગયા છે. આખરે ઈઝરાયલે નમતું જોખીને ગાઝામાંથી સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઈઝરાયલે ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા બોલાવાના લીધેલા નિર્ણય પછી ઈદ પહેલાં જ કે ઈદના દિવસથી પશ્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તવાની સંભાવના દેખાઈ રહી છે. આ યુદ્ધમાં ૬ મહિના વીતી ગયા છે, ત્યારે ઈઝરાયલે અચાનક જ દક્ષિણ ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા ખેંચવા નિર્ણય લીધો છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી થોમાવ ગેલન્ટે આ માહિતી આપતાં તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે રાફામાં હમાસ હુમલો કરી પણ શકે તેમ છે. તેવામાં તે માટે તેમજ ભવિષ્યની દ્રષ્ટિએ પણ વધુ તૈયારીઓ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈઝરાયલ કહે છે કે અત્યારે તેણે ગાઝામાં માત્ર એક જ બ્રિગેડ (૧૨,૦૦૦ સૈનિકો) રાખ્યા છે. આ સાથે આશાનું એક કિરણ તેથી પણ પ્રસર્યું છે કે ઈઝરાયલ અને હમાસ બંનેએ પોતપોતાનાં પ્રતિનિધિ મંડળો કેરો મોકલ્યાં છે, જેથી નવા દોરથી મંત્રણા થઈ શકે. આ ઉપરથી તેમ પણ લાગે છે કે ઈદના દિવસે પશ્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તી રહેવા સંભવ છે.

વાસ્તવમાં ગત વર્ષના ઓક્ટોબરની ૭મીએ હમાસે દક્ષિણ ઈઝરાયલ ઉપર ભીષણ હુમલો કર્યો હતો. તેમાં આશરે ૧૨૦૦ લોકોનાં મૃત્યુ થયા હતા અને ૨૫૦ જેટલાને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાં મોટેભાગે યહૂદી યુવતીઓ જ હતી. આ પછી ધૂંધવાયેલા ઈઝરાયલે ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્કના દક્ષિણ ભાગ ઉપર પ્રચંડ હુમલા શરૂ કરી દીધા જેમાં હમાસ આતંકીઓ સહિત આશરે ૧૩ હજારના મોત થયા છે. તેમાં સૌથી ભીષણ હુમલો ખાન યુનિસ શહેરમાં થયો હતો.

બેન્જામીન નેતન્યાહૂની સરકારે સૈનિકો પાછા બોલાવવાની શરૂઆત કરતાં પેલેસ્ટાઈનીઓ હવે ખાન-યુનિસમાં પાછા ફરી રહ્યા છે. હજી સુધી એ શહેરથી થોડે દૂર રહેલાં શેલ્ટર્સ (વિસ્થાપિતો માટેની છાવણી)માંથી લોકો પોતાના શહેર (ખાન યુનિસ)માં જઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શહેર ખંડેર બની ગયું છે. એક તરફ મલબા છે, તો બીજી તરફ સડી રહેલી લાશોની દુર્ગંધ માથું ફેરવી દે છે. વાસ્તવમાં ખાન-યુનિસ ગાઝા સ્થિત હમાસના વડા યાહ્યાનો ગઢ મનાય છે. તેમનો જન્મ પણ આ ગામમાં જ થયો હતો. ઈઝરાયલનું કહેવું છે કે ૭મી ઓક્ટોબરના હુમલાનો 'માસ્ટર માઈન્ડ' જ યાહ્યા સિતવાર છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎