કમલમ ખાતે પોલીસના ધાડે ધાડાં : ક્ષત્રિયો દ્વારા ઘેરાવની તૈયારી ...
- 09 Apr, 2024
લોકસભાની ચુંટણી માટે પ્રચાર કરતી વેળાએ આપેલ એક વિવાદિત નિવેદનના પગલે રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ચુંટણી નજીક આવી રહી હોવા છત્તા ,આ વિવાદ કઈ ક્ષમવાનું નામ નથી લેતો ઉલટાને વધુને વધુ વકરતો જ જઈ રહ્યો છે, આ વિવાદથી ક્ષત્રિય સમાજમાં રોષે રોદ્ર સ્વરૂપ ઘારણ કર્યું છે. અને હવે તેઓ લડી લેવાના મૂડમાં આવી ગયા છે.
આ મામલે ગુજરાતના કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમનો ઘેરાવો કરવાની ઉચ્ચારી છે. જેના પગલે આજે સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ છે.મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે.ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો છે. રાજ શેખાવતના જણાવ્યા અનુસાર ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયો કમલમ પહોંચશે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” છાવણીમાં ફેરવાઇ ગયુ છે. મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ખડકાઈ છે.ગાંધીનગર અને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા, SRP, સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ