:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ગાંધી પરિવાર યુપીમાં રાજકીય વારસો નહીં છોડે: અમેઠી, રાયબરેલી લડશે

top-news
  • 11 Apr, 2024

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાજ્યમાં કુલ 80 બેઠકો છે પરંતુ કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. જોકે, પાર્ટી હજુ સુધી આ 17 બેઠકો પર પણ ઉમેદવારોની જાહેરાત નથી કરી શકી. રાયબરેલી અને અમેઠી જેવી બેઠકો પર લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટીનો કબજો રહ્યો છે પરંતુ હવે પાર્ટીએ આ જ સીટો પર પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે મથામણ કરવી પડી રહી છે. હવે આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એ.કે એન્ટનીએ રાયબરેલી અને અમેઠીથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ચૂંટણી લડે તેવા સંકેત આપ્યા છે.

એ.કે એન્ટનીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, ગાંધી પરિવારનો કોઈ એક સદસ્ય ઉત્તર પ્રદેશથી ચોક્કસ ચૂંટણી લડશે. આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, તે સદસ્ય રોબર્ટ વાડ્રા નહીં હશે. હવે કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યમાંથી ચૂંટણી લડી શકે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 

ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર લાંબા સમય સુધી ગાંધી પરિવારનો કબજો રહ્યો છે. રાયબરેલીથી સોનિયા ગાંધી 2019માં ચૂંટણી જીત્યા હતા. તેઓ લાંબા સમય સુધી અહીંના સાંસદ રહ્યા હતા પરંતુ હવે સ્વાસ્થ્યનો હવાલો આપતા તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે અને રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે. બીજી તરફ અમેઠીમાં રાહુલ ગાંધીને 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલા તેઓ આ બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા હતા. હવે રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી નોંધાવી છે પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તેઓ અમેઠીથી પણ ચૂંટણી લડી શકે છે અને રાયબરેલીથી સોનિયા ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને ટિકીટ મળી શકે છે. જોકે, પ્રિયંકાં ગાંધી અત્યાર સુધી કોઈ ચૂંટણી નથી લડ્યા. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎