:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈદના કારણે કરાંચીના રસ્તાઓ પર ચાર લાખ ભીખારીઓ ઉતરી આવ્યા: સત્તાધીશો હેરાન

top-news
  • 11 Apr, 2024

આજે પાકિસ્તાનમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે કરાચી શહેરના સત્તાધીશોને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇદના તહેવારના પગલે કરાચીમાં હજારો ભીખારીઓએ ધામા નાખ્યા છે. જેના કારણે શહેરના બજારોથી માડી મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ શોપિંગ અને ધાર્મિક સ્થળોની બહાર મોટી સંખ્યામાં ભીખારીઓ નજરે પડી રહ્યાં છે.

કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરાન મિન્હાસનાએ કહ્યું છે કે લગભગ ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઇદના તહેવાર નિમિત્તે લોકો પાસેથી પૈસા મેળવવા માટે કરાચી શહેરમાં ઉતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે ભીખારીઓ અને ગુનેગારો કરાચી શહેરને એક મોટા માર્કેટ તરીકે જુએ છે. કરાચીમાં સિંધ બલુચિસ્તાન તેમજ દેશના બીજા હિસ્સામાંથી ભીખારીઓ આવતા હોય છે. ખાસ કરીને રમઝાનમાં તેમની સંખ્યા વધી જાય છે.
મિન્હાસે આગળ કહ્યું હતું કે બની શકે છે કે ભીખારીના વેશમાં ગુનેગારો પણ શહેરમાં છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય. જોકે અત્યારના સંજોગોમાં તેમને શોધવા અઘરા છે અને એના માટે વધારે સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે.

કરાચી શહેર ગુનાખોરીથી પણ પરેશાન છે. રમજાનના મહિનામાં કરાચીમાં 6780 અપરાધની ઘટનાઓ બની છે. જેમાં 20 વાહનોની લૂંટ અને 130 ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે પણ જાહેરમાં હજારો મારામારીના બનાવો બન્યા હતા. અલગ અલગ પ્રકારના અપરાધોમાં 100 થી વધારે લોકોના મોત થયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎