:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમિત શાહ 19 મીએ ગાંધીનગર બેઠક માટે નામાંકન ભરશે માંડવિયા ,રૂપાલા -પાટિલ સહિતના નેતાઓ પણ નોંધાવશે ઉમેદવારી

top-news
  • 12 Apr, 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગ બરાબર જામ્યો છે .જેમાં આજથી  લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે  ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે કેન્દ્ર અને પ્રદેશના સંગઠનના નેતાઓ દ્વારા ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજ્યમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહથી લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આ ઉપરાંત મનસુખ માંડવીયા, પૂનમ માડમ સહિતના ઉમેદવારો પણ અલગ-અલગ રીતે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ તમામ લોકોની તારીખો નક્કી કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 15મી એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂઆત કરશે. જેમાં પ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પોતાની ઉમેદવારી સાથે ભાજપના અન્ય છ ઉમેદવારો પણ આ જ દિવસે ફોર્મ ભરશે. જ્યારે 16 એપ્રિલના રોજ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રીઓને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે.

મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ 19 એપ્રિલના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અમિત શાહ નવરંગપુરાથી લઈ અને ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી વિશાળ રોડ શો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ તે જ પ્રકારે રોડ શોના મારફતે પોતાની ઉમેદવારી નોંધાવી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ફોર્મ ભરતી વખતે ભારતીય જનતા પાર્ટીના પરંપરા પ્રમાણે ઉમેદવારો સાથે પ્રદેશના નેતાઓ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રીય તેમજ રાજ્ય ભાજપના મોટા નેતાઓ પદાધિકારીઓ પણ હાજર રહેશે.
 
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી થી સાંસદ સી.આર પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે. શોભનાબેન બારૈયા 16 એપ્રિલે સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. નિમુબેન બાંભણિયા 16 એપ્રિલે ભાવનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ભરતસિંહ ડાભી 16 એપ્રિલે પાટણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. રેખાબેન ચૌધરી 16 એપ્રિલે બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. હસમુખ પટેલ 15 એપ્રિલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. દિનેશ મકવાણા 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ચંદુ શિહોરા 15 એપ્રિલે સુરેન્દ્રનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎