:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પૂર્વ સાંસદ સરફરાઝ આલમ સ્ટેજ પર સમર્થકોને સંબોધિત કરતી વખતે રડી પડ્યા: પત્તું કપાતાં મંચ પર થયા ભાવૂક

top-news
  • 13 Apr, 2024

ટિકિટ કેન્સલ થવાની પીડા રાજકારણીઓ કરતાં કોણ સારી રીતે સમજે? કેટલાક ટિકિટ કપાતા પાર્ટી છોડી રહ્યા છે, જ્યારે કેટલાક સ્ટેજ પર જ આંસુ વહાવી રહ્યા છે. આ જ તસવીર અરરિયામાં જોવા મળી જ્યારે લાલુની પાર્ટી આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમ સ્ટેજ પર સમર્થકોને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ ગયા અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. જેના પછી ત્યાં હાજર તેમના સમર્થકોએ તેમને સાંત્વના આપી હતી. 

પોતાના પિતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી તસ્લીમુદ્દીનને યાદ કરતાં સરફરાઝ આલમની આંખો ભીની થઈ ગઈ. આ દરમિયાન તેમણે લાલુ યાદવ અને તેજસ્વી પર પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરજેડીએ સરફરાઝ આલમના નાના ભાઈ શાહનવાઝ આલમને અરરિયાથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમનો રડવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટેજ પર રડતા જોવા મળી રહ્યાં છે. નજીકમાં ઉભેલા લોકો અને તેમના સમર્થકો તેમના આંસુ લૂછી રહ્યા છે અને તેમને શાંત કરાવે છે.  સરફરાઝ આલમ વિરુદ્ધ અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં ગુનાહિત કેસ નોંધાયેલા છે. સરફરાઝ આલમે લાલુ યાદવ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎