:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIને મળી મોટી સફળતા ઔરંગાબાદમાંથી ડ્રગ્સ બનાવવાના કાચા સામાન સહિત 500 કરોડનો મુદ્દામાલ જપ્ત

top-news
  • 22 Oct, 2023

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIને ભેગામળીને મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને DRIની ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી ડ્રગ્સ બનાવવાના કાચા સામાન સહિત 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા મહારાષ્ટ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. તો ક્રાઈમ બ્રાન્ચ અને DRIની કાર્યવાહી બાદ દેશની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ ગઈ છે.

ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ અને ડીસીપી ડ્રગ્સ મામલે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓને ઔરંગાબાદની એક કડી મળી હતી. જે બાદ આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈએ DRI પાસે મદદ માંગી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમે એક એક્શન પ્લાન બનાવ્યો હતો અને બંને ટીમો સીધી ઔરંગાબાદ ખાતે પહોંચી હતી. આ દરમિયાન તેઓએ ઔરંગાબાદના ઔદ્યોગિક વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. 

500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

તપાસ દરમિયાન એક કારખાનામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા  ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની ટીમ ચોંકી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રો-મટિરિયલ મળી કુલ 500 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. 

પ્રાથમિક તપાસમાં થયો ખુલાસો

જે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઔરંગાબાદની અલગ અલગ 3 કંપનીઓમાં ડ્રગ્સ બનતું હતું. ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎