:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈરાન હુમલો-શેરબજાર પર અસર: સેન્સેક્સ 393 અંક ઘટ્યો, નિફ્ટી 22500ની નીચે

top-news
  • 15 Apr, 2024

ઈઝરાયલ વિરુદ્ધ ઈરાને શરૂ કરેલા યુદ્ધની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સવારે 10.55 કલાકે સેન્સેક્સ 393 અંક ઘટી 73851 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 109 અંક ઘટી 22410 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર જેએસડબલ્યુ સ્ટીલ, નેસ્લે, ટીસીએસ, ટાટા સ્ટીલ અને રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. જેએસડબલ્યુ સ્ટીલ 1.10 ટકા વધી 875.95 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.97 ટકા વધી 2560.75 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્ર, એસબીઆઈ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એચયુએલ 1.66 ટકા ઘટી 2196.00 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.64 ટકા ઘટી 1086.00 પર કારોબાર કરી રહ્યો છે.  

શેરબજારમાં આજે જોવા મળેલા ઘટાડાના પગલે રોકાણકારોની મૂડી 3.63 લાખ કરોડ ઘટી છે. સ્મોલકેપ અને મીડકેપ શેરમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે. એફએમસીજી, બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ, સ્મોલકેપ, મીડકેપ, આઈપીઓ ઈન્ડેક્સ 1.50 ટકાના ઘટાડા સુધી ટ્રેડ થઈ રહ્યાં છે. આઈટી અને ટેક્નો શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎