:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રામ મંદિરનું નિર્માણ ,370ની નાબુદી : ચૂંટણી વચનોમાં મોદી અને ભાજપે જો કહા વો કર દિખાયા.....

top-news
  • 15 Apr, 2024

2014 અને 2019 એમ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે તેના મોટા ભાગના પ્રમુખ વૈચારિક વચનો પૂરા કર્યા છે. જેમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના વચનનો સમાવેશ થાય છે. 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત-સબકા સાથ, સબકા વિકાસ’નો સંકલ્પ લેવામાં આવ્યો હતો.....

*અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ
*યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો
*કાશ્મીરી પંડિતોની ઘાટીમાં વાપસી
*જમ્મુ કાશ્મીરમાં 370ને રદ કરવા પર આમ સહમતિ બનાવવી
*સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાવવી
*રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાર્યક્રમ, વિતરણ, તબીબી શિક્ષણ અને ધિરાણ
*સરકારી રેકોર્ડનું ડિજિટલીકરણ
*ગ્રામીણ ભારતમાં જીવન સુધારવુંછોકરીઓને બચાવવા અને તેમને શિક્ષિત કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવું
*વિદેશમાં છુપાયેલું બ્લેક મની પાછું લાવવાની પ્રક્રિયા શરૂ કરવી અને બ્લેક મની ટાસ્ક ફોર્સની સ્થાપના કરવી.
*ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન
*સ્વ-રોજગાર દ્વારા યુવાનોને સશક્ત બનાવવા

2014ના કેટલા વચનો પૂરા થયા

*રામ મંદિર : અયોધ્યા રામમંદિરના નિર્માણ માટે ઘણી ચર્ચાઓ થઈ હતી. સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની પેનલ દ્વારા મધ્યસ્થી કરવાનો આદેશ પણ આપ્યો હતો.
*મહિલા : બેટી બચાવો બેટી પઢાવો યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી
*આરોગ્ય : આયુષ્માન ભારત લોન્ચ
*કાળું નાણું : એક ટાસ્ક ફોર્સની રચનાનોકરીઓ: સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા જેવી નાણાકીય યોજનાઓ શરૂ થઈ
*ડિજિટલીકરણ: નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે ડિજિટલ ભારત કાર્યક્રમ શરૂ થયો
*ગ્રામીણ જીવનમાં સુધારો: ઉજ્જવલા યોજના હેઠળ લગભગ 7 કરોડ પરિવારોને મફત એલપીજી કનેક્શન અપાયા. સુભાગ્ય યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી

2019ની ચૂંટણીની ખાસ વાતો અને વચનો....

‘ફિર એક બાર, મોદી સરકાર’ ટેગલાઈન સાથે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ચૂંટણી ઢંઢેટાએ તેના 2014ના કેટલાક વચનોને પુનરાવર્તિત કર્યા હતા, જેમાં મહિલાઓ માટે 33 ટકા અનામત, કલમ 370 નાબૂદ, UCCનો અમલ અને અયોધ્યા રામનું નિર્માણ સામેલ છે. પાર્ટીએ ટ્રિપલ તલાક અને હલાલા જેવી પ્રથાઓ નાબૂદ કરવાનું વચન પણ આપ્યું હતું. અન્ય મહત્વના વાયદા આ પ્રમાણે છે.......

*નાગરિકતા સંશોધન બિલનો અમલ
*એનઆરસીને લાગુ કરવું
*આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ
*સેનાને મજબૂત બનાવવી
*વ્યાજ મુક્ત ખેડૂત ક્રેડિટ કાર્ડ
*ઘુસણખોરીનો મુકાબલો
*લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા સહમતિ બનાવવી

 કોઇ વળી એમ પૂછી શકે કે શું ભાજપે 2019ના તેના મોટાભાગના લક્ષ્યો હાંસલ કર્યા છે?

*સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ 2017ના રોજ ત્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી હતી.
*નરેન્દ્ર મોદી સરકારે ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કરી હતી
*સપ્ટેમ્બર 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી. જે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા   ---અનામત આપવાની માંગ કરવામાં આવી હતી. સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
*રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર 2019માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે મંદિરનું નિર્માણ થયું.
*પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
*યુનિફોર્મ સિવિલ કોડ બિલ 7 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તરાખંડ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની સંમતિથી કાયદો બન્યો.
*પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની પેનલે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ને સમર્થન આપ્યું હતું. કેન્દ્રએ માર્ચ 2024માં નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણની સૂચના આપી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎