રવિ કિશને મારા પતિ છે, એક દિકરીના પિતા છે: દિકરીને અધિકાર નહિ મળે તો કોર્ટમાં જઈશ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16042024_044915_Aparna Thakur.jpg)
- 16 Apr, 2024
અપર્ણા ઠાકુર નામની મહિલાએ બીજેપી સાંસદ અને એક્ટર એવા રવિ કિશન પર ગંભીર આરોપો લગાવ્યા છે. મહિલાએ દાવો કરતા કહ્યું છે કે રવિ કિશને 1996માં પરિવાર અને મિત્રોની હાજરીમાં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નથી એક પુત્રીનો જન્મ થયો હતો, જેને રવિ કિશન હવે સામાજિક રીતે સ્વીકારતા નથી.
આ અંગે મહિલાએ પોતાનો અધિકાર મેળવવા રાજધાની લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપર્ણા ઠાકુર રવિ કિશનની કહેવાતી પુત્રીને પોતાની સાથે લઈને આવી હતી. મહિલાએ કહ્યું કે રવિ કિશન તેના સંપર્કમાં રહે છે પરંતુ જાહેરમાં અને સામાજિક રીતે તે તેને અને પુત્રીને સ્વીકારતો નથી, તેના પગલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી. અપર્ણાએ કહ્યું કે હું ઈચ્છું છું કે મારી દીકરીને રવિ કિશનની દીકરી બનવાનો અધિકાર મળે, જેની તે હકદાર છે.
મહિલાએ વધુમાં પોતાની સત્યતાની રજૂઆત કરતા કહ્યું કે મારી પાસે તમામ ફોટોગ્રાફસ છે, જે સાબિત કરશે કે હું રવિ કિશનની પત્ની છું. મારી પુત્રીને હજુ સુધી રવિ કિશનની પુત્રી બનવાનો અધિકાર મળ્યો નથી. આ માટે આજે હું મારી દીકરીના હક માટે જાહેર મંચ પરથી અપીલ કરું છું, તેમ છતાં જો રવિ કિશન મારી દીકરીને હક્ક નહીં આપે તો હું કોર્ટમાં ન્યાય માંગીશ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ