:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

EVM-VVPT વેરિફિકેશન પર 5 કલાક સુનાવણીઃ સુપ્રીમ કોર્ટે પુછ્યું- મતદારોને વોટિંગ સ્લીપ ન આપી શકાય?

top-news
  • 18 Apr, 2024

ભારતમાં શુક્રવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે ફરી એક વખત મતદાન પહેલા EVMને લઈને સવાલો ઉભા થયા છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં EVM-VVPAT કેસની સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચે ફરી એકવાર EVM-VVPAT હેક થવાની આશંકાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતવાર માહિતી આપવા જણાવવાનું કહ્યું હતું. આ પછી પંચે કોર્ટના તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની સતત ટીકા કરી રહ્યો છે અને તેમનું કહેવું છે કે ઈવીએમને હેક કરી શકાય છે. આજે સુપ્રીમ કોર્ટમાં VVPAT સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપ સાથે ઈવીએમ દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. જજ સંજીવ ખન્ના અને જજ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે 'આ એક ચૂંટણી પ્રક્રિયા છે. આમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને એવી આશંકા ન થવી જોઈએ કે જેની અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી. ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરજદારો વતી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યાં હતા.

આ કેસની સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછો એવો આદેશ આપવો જોઈએ કે VVPAT મશીન પારદર્શક હોવું જોઈએ અને તેમાં બલ્બ સતત ચાલું રહેવો જોઈએ, જેથી મતદારને સંપૂર્ણ પુષ્ટિ મળી શકે. એડવોકેટ સંજય હેગડેએ જણાવ્યું હતું કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ. જો આમ નથી કરી શકાતું નથી, તો કોર્ટે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎