હવે ઈઝરાયલે લીધો બદલો: અણુમથકનાં શહેર પર હુમલો કર્યો...
- 19 Apr, 2024
ઈઝરાયલે ઈરાનના હુમલાના એક અઠવાડિયા પછી વળતો હુમલો કર્યો છે. ઈઝરાયલે શુક્રવારે સવારે ઈરાનના ઘણા શહેરો પર મિસાઈલો દ્વારા હુમલો કર્યો હતો. જોકે આ હુમલાનું મુખ્ય કેન્દ્ર ઈરાનનું શહેર ઈસ્ફહાન છે. આ શહેરના ન્યુક્લિયર પ્લાન્ટ અને એરપોર્ટને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. જોકે સવાલ એ છે કે ઈઝરાયલે બદલા માટે આ શહેરને જ શાં માટે પસંદ કર્યું છે.
ઈરાનનું ઈસ્ફહાન સ્ટ્રેટેજિક રૂપથી ખૂબ જ મહત્વપૂર્ણ શહેર છે. અહીં મિલિટ્રી રિસર્ચ અને ડેવલોપમેન્ટ સાઈટ્સની સાથે-સાથે ઘણા સૈન્ય કેમ્પો પણ છે. આ તેહરાન અને મશાદ પછી ઈરાનનં ત્રીજું સૌથી વધુ વસ્તીવાળું શહેર છે. અહીંની વસ્તી લગભગ 22 લાખ છે.
ઈરાનના શહેર ઈસ્ફહાનમાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સનો મુખ્ય કેમ્પ છે. દેશનો સૌથી મોટો ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ પણ આ જ શહેરમાં છે. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ પણ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જ જગ્યાએથી ઓપરેટ થાય છે.
ઈસ્ફાનમાં સૈન્યનો મુખ્ય અડ્ડો પણ છે. અહીં અમેરિકાએ બનાવેલું F-14 ટોમકેટ ફાઈટર વિમાન પણ છે, જે તેને 1979માં ઈસ્લામિક ક્રાંતિ પહેલા અમેરિકા પાસેથી મળ્યું હતું. આ વિમાનની ગતિ 2485 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની કોમ્બેટ રેન્જ 930 કિલોમીટર છે અને તેમાં દસ જેટલા હથિયારને એકસાથે રાખી શકાય છે. જેમાં રોકેટ, બોમ્બ અને મિસાઈલ સામેલ છે. ઈરાન ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કરતુ આવ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ