પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન: છત્તીસગઢમાં બ્લાસ્ટ, પ.બંગાળમાં પથ્થરમારો, મણિપુરમાં ફાયરિંગ...
- 19 Apr, 2024
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન છત્તીસગઢમાં IED બ્લાસ્ટના સમાચાર છે. આ ઘટનામાં એક સીઆરપીએફનો જવાન ઘાયલ થયો છે. બીજી તરફ મણિપુરમાં ફાયરિંગના સમાચાર છે. પશ્ચિ બંગાળના કૂચ બિહારના ચંદામારીમાં મતદાન કેન્દ્રની સામે પથ્થરમારાની ઘટના સામે આવી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ચંદામારીમાં વોટરોને રોકવા માટે ટીએમસી કાર્યકર્તાઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં બીજેપીનો એક પોલિંગ એજન્ટ ઘાયલ થયો છે.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ અંતર્ગત 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 બેઠકો માટે મતદાન ચાલુ છે. આ પૈકીની 9 સીટ એવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાવિ દાવ પર છે. વોટિંગ સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કમ ની 92 વિધાનસભા સીટો પર પણ વોટિંગ થશે.
ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ વોટર્સ છે. આ પૈકીના 8.4 કરોડ મહિલા વોટર્સ છે. તેમાંથી 35.67 લાખ વોટર્સ એવા છે, જે પ્રથમ વખત વોટિંગ કરશે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. તેમના માટે 1.87 લાખ પોલિંગ બુથ બનાવવામાં આવ્યા છે.
તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ કે સ્ટલિને ચેન્નાઈમાં મતદાન કેન્દ્રમાં પહોંચીને વોટિંગ કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ પછી તેમણે કહ્યું હતું કે ખૂબ ઉત્સાહ છે. હું આજે અપીલ કરવા માંગું છું કે આ લોકશાહીનો તહેવાર છે. વોટિંગ જરૂર કરજો. તમારો વોટ આપણી લોકશાહી, આપણ દેશને મજબૂત કરશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ