એલન મસ્કે ભારતની મુલાકાતને મુલત્વી રાખી: આપ્યું આ કારણ...
- 20 Apr, 2024
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ભારતની બે દિવસની મુલાકાતે આવવાના હતા. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતના માર્કેટમાં એન્ટ્રી અંગેની જાહેરાત કરવાના હતા. જોકે હાલ આ મુલાકાતને મુલત્વી રાખવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉના પ્લાન મુજબ તેઓ એપ્રિલ 21 અને 22ના રોજ દેશની મુલાકાતે આવવાના હતા.
આ અંગે x પર એલન મસ્કે જણાવ્યું હતું કે ટેસ્લાના ખૂબ ઓબલિગેશનની વચ્ચે તેમની ભારતની યાત્રામાં વિલંબ થયો છે. જોકે હું આ વર્ષમાં ભારતની મુલાકાત લેવા આતુર છું. મસ્કે 23 એપ્રિલના રોજ એક કોન્ફરન્સ કોલને એટેન્ડ કરવાનો છે, તેમાં તેમણે ટેસ્લાના ફર્સ્ટ ક્વોટર્સના દેખાવ અંગે જવાબ આપવાના છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે મસ્કે પોસ્ટ કરતા જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આતુર છે.
સ્પેસએક્સના માલિક મસ્ક ટેસ્લાની એન્ટ્રી લેવલની કાર ભારતમાં બને તે માટે 2-3 બિલિયન ડોલરનું રોકાણ કરી ફેક્ટરી બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે જો કંપની સ્થાનિક રોકાણ કરશે તો તેની ઈમ્પોર્ટેડ કાર પરનું હાઈ ટેરિફ ઓછું લેવાશે. બીજી તરફ મસ્ક દ્વારા સ્ટારલીન્કને ઈન્ટ્રોડ્યુસ કરવાનું આયોજન પણ છે. આ સેટેલાઈટ નેટવર્કથી હાઈ-સ્પીડ ઈન્ટરનેટ કનેક્શન મળશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ