આ છે પાકિસ્તાન: અહીં સંસદમાં નેતાઓના શુઝ પણ સલામત નથી, જાણો સમગ્ર ઘટના...
- 22 Apr, 2024
સામાન્ય રીત સંસદને દેશમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જોકે પાકિસ્તાનમાં તો સાંસદ પણ સુરક્ષિત નથી, એવું સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાકિસ્તાનના સંસદમાં એક ચોર ઘુસી ગયો હતો. તેણે સાંસદ, વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારો સહિત 20 લોકોના ચંપલની ચોરી કરી લીધી હતી. બાદમાં હાલ આ સામાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તેના પગલે હાલ લોકો વિવિધ પ્રકારની ટિપ્પણી કરીને મજાક કરી રહ્યાં છે. લોકો હવે મજાક-મજાકમાં ચંપલ ચોરીથી કઈ રીતે બચી શકાય તે અંગેની ટિપ્સ પણ બતાવી રહ્યાં છે.
સંસદે સ્પીકરના ચંપલ ચોરાવવા અંગેની નોટિસ બહાર પાડી છે. તેમણે સંસદના સુરક્ષા અધિકારીઓના શુઝની ચોરીના તપાસના આદેશ આપ્યા છે. હવે ટીમ ત્યાંના સીસીટીવીની તપાસ કરી રહી છે. પાકિસ્તાનની સંસદની અંદર એક મસ્જિદ છે. તેમાં પાકિસ્તાનના સાંસદ, સુરક્ષા કર્મચારીઓ અને પત્રકારો નમાઝ અદા કરવા જાય છે. શુક્રવારે જૂમાની નમાઝ દરમિયાન ઘણા લોકો મસ્જિદની બહાર પોતાના કિંમતી શુઝ ઉતારીને નમાઝ અદા કરવા ગયા હતા. હવે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે 20 જોડી ચપ્પલ ગાયબ હતા. તેમાં પત્રકાર, સંસદના મોટા અધિકારી અને કેટલાક સાંસદોના ચંપલ પણ હતા. જોકે પછીથી આ તમામે ઘરે ચંપલ વગર જવું પડ્યું હતું.
આ ઘટના પછી કઈ રીતે ચંપલની થતી ચોરીથી બચી શકાય તે અંગેના વિવિધ જોક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પાકિસ્તાનના એક યુઝર્સે કહ્યું કે જો તમારી પાસે કિંમતી ચંપલ હોય તો એક ચંપલને બહાર રાખજો અને બીજાને અન્ય કોઈ જગ્યાએ મૂકજો. ચોર ક્યારેય એક ચંપલની ચોરી કરતા નથી. બંન્ને ચંપલ ચોરે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ