:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વાવાઝોડું 'હામૂન' બન્યું ખતરનાક... પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

top-news
  • 24 Oct, 2023

બંગાળની ખા઼ડી પરનું ડીપ પ્રેશર એરિયા સોમવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જેના કારણે ફરી એકવાર ભારત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતને હામૂન નામ આપવામાં આવ્યું છે.

ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું

અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત 'તેજ' આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત 'હામૂન' અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. IMD એ આ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત હમુન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી મુજબ આ ચક્રવાત 5મી ઓક્ટોબરે બપોરે બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવ તટ પર ટકરાશે.

કયા-કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી?

આ ઉપરાંત IMDએ જણાવ્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 24 ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, 26 ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે.

ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎