સ્ટેજ પર બેભાન થઈ ગયા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી: યવતમાલામાં આપી રહ્યાં હતા ભાષણ
- 24 Apr, 2024
મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ આપતા-આપતા સ્ટેજ પરથી પડી ગયા હતા. હાજર લોકો તાત્કાલિક તેમને ઉઠાવીને સારવાર માટે લઈ ગયા હતા. ગડકરી યવતમાલાના પુસદમાં એક ચૂંટણી સભાને સંબોધવા પહોંચ્યા હતા. તેઓ સ્ટેજ પર બોલી રહ્યાં હતા, ત્યારે અચાનક જ બેભાન થઈને પડ્યા હતા. તે પછીથી તેમની આસપાસ હાજર લોકોએ તેમને સંભાળ્યા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે લઈ ગયા હતા.
કેન્દ્રી ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરી નાગપુર લોકસભા સીટથી બીજેપીના ઉમેદવાર છે. નાગપુર સીટ પર પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. અહીં ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિકાસ ઠાકરે સાથે છે. નિતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે.
નિતિન ગડકરીની તબિયત અચાનક બગડી હોય તેવી આ પ્રથમ ઘટના નથી. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ અચાનક જ સ્ટેજ પર બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હતા. ગવર્નરે તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ