:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કોંગ્રેસ હવે મુસ્લિમ આરક્ષણમાં ફસાઈ: શું કર્ણાટક સરકારનો નિર્ણય પક્ષ માટે ઘાતક સાબિત થશે?

top-news
  • 24 Apr, 2024

સંપત્તિને વહેંચવા પર ઘેરાયેલી  કોંગ્રેસ હવે મુસ્લિમ રિઝર્વેશન પર ફસાઈ છે. આ હવે લોકસભા ચૂંટણીનો મુદ્દો પણ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે તમામ મુસ્લિમોને ઓબીસી ક્વોટામાં મૂકીને આ સમાજના લોકોને મળનારું રિઝર્વેશન કાપી નાંખ્યું છે.  

છત્તીસગઢમાં ચૂંટણી રેલી કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે વધુ એક પાપ કર્યું છે. મુસ્લિમ સમુદાયમાં જેટલી પણ જાતીઓ છે, તે બધાને તેમણે ઓબીસી ક્વોટામાં મૂકીને ઓબીસી બનાવી દીધા છે. એટલે કે આપણા ઓબીસી સમાજને જે લાભ મળતો હતો, તેનો મોટો હિસ્સો કપાઈ ગયો છે. 

મુસ્લિમ આરક્ષણનો આ મુદ્દો વધી રહ્યો છે. પરંતુ શું આવું ખરેખર થયું છે? બીજેપી સાંસદ હંસરાજ આહીર જણાવ્યું કે કર્ણાટકમાં ઓબીસીને 32 ટકા રિઝર્વેશન મળે છે. આ જ કેટેગરીમાં તમામ મુસ્લિમ જાતીયોને પણ સામેલ કરી લેવામાં આવી છે. તેનાથી કર્ણાટકમાં તમામ મુસ્લિમને 4 ટકા રિઝર્વેશન મળ્યું છે. 

કર્ણાટકમાં 32 ટકા ઓબીસી રિઝર્વેશન છે. તેને પાંચ કેટેગરીમાં-1, 2A, 2B, 3A અને 3Bમાં વહેંચવામાં આવ્યું છે. કેટેગરી 1માં 391 જાતીયો અને ઉપજાતીયો છે, જેમાંથી મુસ્લમાનોની પણ 17 જાતીયો છે. આ કેટેગરીમાં 4 ટકા રિઝર્વેશન મળે છે. કેટેગરીમાં 2Aમાં 393 જાતીયો અને ઉપજાતીયો છે અને તેમાં મુસલમાનોની 19 જાતીયો છે. આ કેટેગરીમાં સામેલ જાતીયોને 15 ટકા આરક્ષણ આપવામાં આવે છે. ત્રીજી કેટેગરી 2Bની બનાવવામાં આવી છે અને તેમાં મુસ્લિમોની તમામ જાતીયોને સામેલ કરવામાં આવી છે. આ રીતે તમામ મુસ્લિમોને રાજ્યમાં 4 ટકા આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી બચેલી 3A કેટેગરીમાં 4 ટકા અને 3Bમાં 5 ટકા આરક્ષણ મળે છે. આ હિસાબથી કર્ણાટકમાં કુલ 883 જાતીયો અને ઉપજાતીયોને ઓબોસી રિઝર્વેશન મળે છે. આ રિઝર્વેશન તેમને સરકારી નોકરીઓ અને સરકારી શિક્ષણ સંસ્થાઓમાં મળે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎