:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રિપુરા, મણિપુરમાં સૌથી વધુ 76 ટકા મતદાન: ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 52 ટકા વોટિંગ

top-news
  • 26 Apr, 2024

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત  પ્રદેશોની 89 લોકસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં કેરળની તમામ 20 સીટો પર વોટિંગ થયું છે. તેમાં રાહુલ ગાંધીની વાયનાડ સીટ પણ સામેલ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં ત્રિપુરા, મણિપુરમાં સૌથી વધુ 76 ટકા મતદાન થયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 52 ટકા વોટિંગ થયું હતું. સમાજવાદી પાર્ટીએ ગ્રેટર નોઈડા-બાગપતમાં ઈવીએમ ખરાબ થવા અંગેની ફરિયાદ ચૂંટણી આયોગને કરી હતી.

સવારે નવ વાગ્યા સુધીમાં વિવિધ રાજ્યોમાં થયેલું મતદાન

ત્રિપુરા- 16.55 ટકા
પશ્ચિમ બંગાળ- 15.68 ટકા
છત્તીસગઢ- 15.42 ટકા
મણિપુર-14.80 ટકા
મધ્યપ્રદેશ- 13.82 ટકા
કેરળ- 11.90 ટકા
રાજસ્થાન- 11.77 ટકા
ઉત્તરપ્રદેશ- 11.67 ટકા
કર્ણાટક- 9.21 ટકા
જમ્મુ-કાશ્મીર- 10.39 ટકા
અસમ- 9.15 ટકા
બિહાર- 9.65 ટકા
મહારાષ્ટ્ર- 7.45 ટકા

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના વોટિંગ માટે અગ્રણી ઉમેદવારોની યાદીમાં રાજનાંદગાવથી ભૂપેશ બધેલ, બેંગલુરુ ગ્રામીણથી ડી કે સુરેશ, બેંગલુરુ ઉત્તરથી શોભા કરંદલાજે, બેંગલુરુ દક્ષિણથી તેજસ્વી સૂર્યા, માંડ્યાથી એચડી કુમારસ્વામી, વાયનાડથી રાહુલ ગાંધી, પથાનામથિટ્ટાથી અનિલ એન્ટોની, તિરુવનંતપુરથી શશિ થરુર અને રાજીવ ચન્દ્રશેખર સામેલ છે. બીજા તબક્કામાં લડનારા ઉમેદવારોમાં જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત, જાલૌરથી વૈભવ ગહલોત, મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ સામેલ છે. 

બીજા તબક્કાના વોટિંગમાં બિહારની ત્રણ સીટ કિશનગંજ, કટિહાર, પૂર્ણાય, ભાગલપુર પર ચૂંટણી થઈ રહી છે.  છત્તીસગઢથી રાજનાંદગાવ, મહાસમુંદ, કાંકેર સીટ પર ચૂંટણી થશે. મધ્યપ્રદેશની ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા, હોશંગાબાદ, બૈતૂલ, લોકસભા સીટો પર લોકો વોટિંગ કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના  બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ વાશિમ, હિંગોલી, નાંદેડ, પરભણી સીટ પર ચૂંટણી થઈ રહી છે.

બીજા તબક્કામાં રાજસ્થાનની ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલૌર, ઉદયપુર, બાંસવાડા, ચિતૌડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા, ઝાલાવાડ-બારાં લોકસભા સીટો પર મતદાન થશે. પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ, રાયગંઢ, બાલુરઘાટ લોકસભા સીટ પર મતદાન થશે. ઉત્તરપ્રદેશની અમરોહા, મેરઠ, બાગપત, ગાજિયાબાદ, ગૈતમબુદ્ધા નગર, બુલંદશહર, અલીગઢ, મુથરામાં પણ વોટિંગ થઈ રહ્યું છે. 

દક્ષિણના રાજ્ય કેરળની તમામ સીટો પર બીજા તબક્કા દરમિયાન મતદાન થશે. જ્યારે કર્ણાટકની ઉડ્ડપી ચિકમંગલૂર, હસન, દક્ષિણ કન્નાડ, ચિત્રદુર્ગ, તુમકુર, માંડ્યા, મૈસૂર, ચામરાજનગર, બેંગલુરુ ગ્રામીણ, બેગલુર ઉત્તર, બેંગલુરુ સેન્ટ્રલ, બેંગલુરુ દક્ષિણ, ચિકબલ્લાપુર, કોલાર સીટ પર મતદાન થઈ રહી રહ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎