"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"ના સોઢી ગુમ: દિલ્હીના પાલમથી છેલ્લા પાંચ દિવસથી ગુમ
- 27 Apr, 2024
પોપ્યુલર ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થવાના સમાચારના પગલે હાલ ચારેય તરફ ખળભળાટ મચી ગયો છે. એક્ટર છેલ્લા 5 દિવસથી ગુમ છે. તેમનો પરિવાર પણ હેરાન છે. તમામના મનમાં એક જ સવાલ છે કે બધાને પોતાના ફની અંદાજથી હસાવતા અને હમેશાં ખુશ રહેવાનો પોઝિટિવ સંદેશ આપનાર રોશન સિંહ સોઢી અંતે ક્યાં ચાલ્યા ગયા.
અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ 22 એપ્રિલે ગુરુચરણ સિંહે મુંબઈ રવાના થવાનું હતું. તેઓ રાતે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે તેમને ફ્લાઈટ મળી નહોતી. સામે આવેલા ફુટેજમાં એક્ટરને બેગ સાથે ફરતા જોઈ શકાય છે. તેઓ ક્યાં જઈ રહ્યાં હતા, તેમણે શાં માટે ફ્લાઈટ મિસ કરી, શું ખરેખર તેમને કોઈએ કિડનેપ કર્યા છે, આવા ઘણા સવાલો તેમના પરિવારવાળાઓ અને ફેન્સના મનમાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ