:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પૂનમ મહાજનની ટિકિટ કપાઈ: કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમ બનશે ભાજપના ઉમેદવાર

top-news
  • 27 Apr, 2024

લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોની 15મી યાદી બહાર પાડી છે. બીજેપીએ પૂનમ મહાનની ટિકિટ કાપી નાંખી છે. જ્યારે આતંકી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તરમધ્યમાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા વકીલમાંથી એક છે, તેઓ અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993ના બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈપ્રોફાઈલ મામલાઓમાં સરકારી પક્ષ તરફથી હાજર રહી ચુક્યા છે.

પૂનમ મહાજનની વાત કરીએ તો 2006માં પિતા પ્રમોદ મહાજનની હત્યા પછીથી તે ભાજપમાં સામેલ થઈ હતી. 2009માં પ્રથમ વખત તે ધાટકોપર વેસ્ટથી ચૂંટણી લડ્યા હતા. જોકે હારી ગયા હતા. 2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલથી તેમણે કોંગ્રેસની પ્રિયા દત્તાને હરાવી હતી. ઉલ્લેખનીય છે કે પૂનમ ટ્રેન્ડ પાયલટ છે. તેઓએ ટ્રેનિંગ અમેરિકાના ટેક્સાસથી લીધી છે. તેમની પાસે 300 કલાક ફ્લાઈંગનો અનુભવ છે.