હાર્વડમાં લાગ્યો પેલેસ્ટાઈનનો ઝંડો: ઈઝરાયલનો વિરોધ કરનાર 900 વિદ્યાર્થીઓની ધરપકડ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29042024_055223_Hav 1.webp)
- 29 Apr, 2024
અમેરિકામાં ઈઝરાયલની વિરુદ્ધ અને પેલેસ્ટાઈનના સમર્થનમાં સતત દેખાવો વધી રહ્યાં છે. અમેરિકાના વિદ્યાર્થીઓ ગાઝાના નરસંહારના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અમેરિકાની લગભગ 30 યુનિવર્સિટીમાં ઈઝરાયલના વિરોધમાં દેખાવો થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 900થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.
મામલો હાર્વડ યુનિવર્સિટીનો છે. જ્યાં દેખાવકારોએ કેમ્પસ પરિસરમાં મુકવામાં આવેલા જોન હોવર્ડના સ્ટેચ્યુ પર લાગેલા અમેરિકાના ઝંડાને હટાવીને તેના સ્થાને પેલેસ્ટાઈનનો ઝંડો લગાવી દીધો છે. એક પછી એક અમેરિકાન ઘણી યુનિવર્સિટીમાં દેખાવો વધી રહ્યાં છે. આ ઘટના શનિવારે તે સમયે બની, જ્યારે પેલેસ્ટાઈનના સમર્થનમાં વિદ્યાર્થીઓએ પોતાના દેખાવોને બંધ કરવાનો ઈન્કાર કર્યો હતો.
હાર્વડના પ્રવકતાએ આ ઘટનાને યુનિવર્સિટી પોલીસીનું ઉલ્લંઘન ગણાવીને કહ્યું કે આ દેખાવોમાં સામેલ વિદ્યાર્થીઓની સામે અનુશાસન અંગેની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી, ઈન્ડિયાના યુનિવર્સિટી, અરિજોના સ્ટેટ યુનિવર્સિટી અને વોશિંગ્ટન યુનિવર્સિટી સહિત અમેરિકાના લગભગ 900 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ