વિવાદાસ્પદ સંદેશખાલી મામલો: CBIની તપાસનો વિરોધ કરતી અરજી પર સુનાવણી ટળી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29042024_063607_Supreme Court.webp)
- 29 Apr, 2024
સંદેશખાલી મામલમાં તપાસ સીબીઆઈને સોંપવાની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જુલાઈના બીજા સપ્તાહમાં થશે. રાજ્ય સરકારે આ સુનાવણીને 1 સપ્તાહ માટે જ ટાળવાની રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે આ મામલો હજી મુલત્વી હોવાની વાતનો આધાર બનાવીને રાજ્યની મમતા બેનર્જી સરકાર હોઈકોર્ટમાં કોઈ લાભ લેવાની કોશિશ કરશે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે એ વાત પર વાંધો વ્યક્ત કર્યો કે કોઈ ખાનગી વ્યક્તિની વિરુદ્ધ થઈ રહેલી તપાસનો રાજ્ય સરકાર વિરોધ કરી રહી છે.
કોલકતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના શોષણ અને લોકોની જમીન ઝડપવાના આરોપોની તપાસ સીબીઆઈને 10 એપ્રિલના રોજ સોંપી હતી. જોકે રાજ્ય સરકાર તેનો વિરોધ કરી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ