નવી ફેશનનું જીન્સ: યુરિનના ડાઘાવાળા આ જીન્સની કિંમત છે હજારોમાં...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29042024_071320_Jeans 1.webp)
- 29 Apr, 2024
એક સમયે સમાજમાં ફાટેલા કપડા પહેરનારને ગરીબ, લાચર અને બિચારો માનવામાં આવતા હતા. સમય જતા ફાટેલા વસ્ત્રોમાં એક એવી ફેશન આવી કે જીન્સ(ડેનિમ )ના ફાટેલી પેઈન્ટ પહેરનાર પ્રત્યે અહોભાવથી જોવામાં આવે છે. આ ફેશન હવે તેની મર્યાદા વટાવી ગઈ હોય તેમ સુરુચિનો ભંગ થાય તેવા વસ્ત્રો હવે બજારમાં મળી શકે છે.
ફેશનના નામ પર લોકો વિવિધ પ્રકારની વસ્તુઓ કરતા હોય છે. ઘણી ફેશનેબલ વસ્તુઓ કદાચ તમને પસંદ ન પણ હોય, જોકે તે ફેશનનો એક હિસ્સો હોઈ શકે છે. આજે આવી જ કઈંક વાત કરવી છે. યુરિનના ડાઘાની ડિઝાઈન ધરાવતા જીન્સની કિંમત હજારોમાં છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, જોકે આ વાસ્તવિકતા છે. કદાચ તમે આ જીન્સની કિંમત સાંભળશો તો તમને ખૂબ જ નવાઈ લાગશે. આ જીન્સની કિંમત 50,000 છે.
આ જીન્સને જોઈને લાગે છે કે તેને પહેરનાર વ્યક્તિએ તેમાં યુરિન કર્યું હોય. જાણીતી જીન્સ કંપની જોર્ડનલુકાએ આ નવું ડેનિમ પેન્ટ લોન્ચ કર્યું છે. આ પેન્ટની આગળની તરફ એક ડાઘો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે પેન્ટ યુરિનના કારણે બગડ્યું છે. ફેશનની દુનિયામાં વિવિધ પ્રકારની ચીજો પહેરનારાઓની તો કોઈ અછત નથી. જોકે આ જીન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ઘણા લોકો દ્વારા તેની પર સવાલ પણ કરવામાં આવી રહ્યાં છે.