અમિત શાહના નકલી વીડિયોના મામલે હોબાળો: વીડિયો વાઈરલ થતા પોલીસ દોડતી થઈ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29042024_084654_Amit Shah.webp)
- 29 Apr, 2024
દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયો મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આ વીડિયોમાં ગૃહમંત્રી શિડ્યુલ્ડ કાસ્ટ(SC), શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ(ST) અને અન્ય બેકવર્ડ ક્લાસીસ(OBC) માટેના રિઝર્વેશનને રદ કરવાની વાત કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયોના પગલે ગૃહમંત્રાલયે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે ફરિયાદ કરી છે.
આ વીડિયોની સત્યતા અંગે ભાજપે સવાલ કરતા દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. બીજેપીએ આ વાતને વખોડતા કહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહે એક રાજકીય રેલી દરમિયાન આપેલા નિવેદનને બદલી નાંખવામાં આવ્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા અમિત માલવીયાએ કહ્યું કે તેલંગણામાં મુસ્લિમ આરક્ષણ પરની ગૃહમંત્રીની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો એડિટેડ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર નકલી છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમોને ધર્મને આધારે અપાયેલા આરક્ષણને રદ કરવાની વાત કહી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ