:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમદાવાદની જોવા જેવી પ્રતિમા: 12 લાખના ખર્ચે થઈ છે તૈયાર...

top-news
  • 29 Apr, 2024

બંધારણ યાદ આવે એટલે દરેક ભારતીયને ડો.બાબા સાહેબ આંબેડકર યાદ આવે એ સ્વાભાવિક છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ડો.બાબા સાહેબની લગભગ 100થી વધુ પ્રતિમા છે. જોકે ગીતા મંદિરના મજૂર ગામમાં 14 એપ્રિલના રોજ એક વિશિષ્ટ પ્રકારની બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. છ ફુટ ઉચ્ચી અને અંદાજે 12 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમાની ખાસિયત એ છે કે તેમાં ડો.બાબા સાહેબ પોતે સિંહાસન પર બેસીને બંધારણ લખતી મુદ્રામાં છે.

મજૂર ગામમાં આવેલી છે આ પ્રતિમા
બંધારણના ઘડવૈયા અને મહાનાયક ડૉ.બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમદાવાદ શહેરના મજૂર ગામ વિસ્તારના ત્રણ રસ્તા પાસે અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાની ખાસ વાત એ છે કે ડૉ.બાબા સાહેબ આંબેડકરની અમદાવાદ શહેરમાં આ એક જ પ્રતિમા એવી છે, જે સિહાસન પર બિરાજમાન છે. તેનું લોકોમાં ખાસ આકર્ષણ પણ છે. દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમાર સ્થાનિક કોર્પોરેટર શેહઝાદ ખાન પઠાણ અને સ્થાનિક કોર્પોરેટર રમીલાબેન પરમારની ભલામણથી AMCમાં મળવા પાત્ર ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. આ લગભગ 12 લાખની ગ્રાન્ટમાંથી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સિંહાસન પર બેઠા છે બંધારણના ઘડવૈયા
આ પ્રતિમાને રામોલની એક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી છે. પ્રતિમાને સોનેરી રંગના ઘુમ્મટ આકારમાં સ્થાપિત્ત કરવામાં આવી છે. જે પ્રતિમાની શોભામાં વધારો કરે છે. રાત્રે લાઇટિંગથી ઝળહળતી પ્રતિમા જોવાનો નજારો અદભુત છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાં આવી એક પણ પ્રતિમા નથી, જેમાં મહાનાયક સિંહાસન ઉપર જોવા મળે છે. બાબા સાહેબના હાથમાં પેન અને ભારતનું બંધારણ છે.

કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી બનાવાઈ પ્રતિમા
કાકરીયા બુદ્ધવિહારમાં ઘણા સમયથી કાર્યકર્તા તરીકે કાર્યરત એવા અમિતભાઈએ પ્રતિમા વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટર રમીલાબેન પરમાર, શહેઝાદ ખાન પઠાણ તથા ધારાસભ્ય શૈલેષ પરમાર મળવા પાત્ર ગ્રાન્ટ માંથી AMC દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ 12,00,000 જેટલો માનવામાં આવી રહ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ ગ્રીન ફાઇબર કંપની દ્વારા આ પ્રતિમાને તૈયાર કરવામાં આવી છે. 

નવ મહિનાની મહેનતના અંતે તૈયાર થઈ પ્રતિમા
કંપનીના માલિક નકુલભાઈ સોનવણેએ ખાસ પોતાનો રસ દાખવી પ્રતિમા તૈયાર કરાવી હતી. અમારા બધાને એવી ઈચ્છા હતી કે આ પ્રતિમા ખાસ બને જેથી આ પ્રતિમાને સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવી છે. સામાન્ય રીતે અમદાવાદમાં બાબા સાહેબની પ્રતિમા એક હાથમાં બંધારણ અને એક આંગળીથી દિશાનિર્દેશ આપતા હોય તેવી મુદ્રામાં જોવા મળે છે. બાબા સાહેબ સિંહાસન પર બિરાજમાન થઈ બંધારણ લખતા હોય તેવી મુદ્રામાં આ પ્રતિમા છે. આ પ્રતિમાંને તૈયાર કરવામાં નવ મહિના જેટલો સમય લાગ્યો હતો. 14 એપ્રિલના રોજ આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎