:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

PM મોદીએ નહોતી કહી "એક દેશ એક ભાષાની વાત": રાહુલ ગાંધીના દાવાની આ છે સત્યતા

top-news
  • 29 Apr, 2024

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 28 એપ્રિલે દમણમાં એક ચૂંટણી સભા દરમિયાન આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશ પર હિન્દી ભાષા થોપવા માંગે છે. તે રાજ્યો પર પણ, જ્યાંની મૂળ ભાષા હિન્દી નથી. તેમના આરોપના પગલે રાજકારણ ગરમાયું છે. જોકે બીજેપીના સમર્થકો  રાહુલના આ આરોપને ખોટો ગણાવી રહ્યાં છે. અને પૂછી રહ્યાં છે કે વડાપ્રધાન મોદીએ આવી વાત ક્યારે કહી?

દમણમાં રાહુલે કહ્યું કે એક તરફ કોંગ્રેસ પાર્ટી જે એમ કહે છે કે સંસ્કૃતિ, ભાષા અને ઈતિહાની રક્ષા થવી જોઈએ. જ્યારે બીજેપી અને પીએમ મોદી એક દેશ, એક ભાષાની વકીલાત કરે છે. રાહુલને વીડિયોમાં એમ કહેતા સાંભળી શકાય છે કે નરેન્દ્ર મોદીજી કહેતે હૈ કે એક દેશ, એક ભાષા. હવે તમિલ લોકો કહી રહ્યાં છે કે ભૈયા એક ભાષા કઈ રીતે? તમિલનાડુંમાં તમિલ બોલવામાં આવે છે. બંગાળમાં બંગાલી બોલવામાં આવે છે. ગુજરાતમાં ગુજરાતી બોલવામાં આવે છે. એક ભાષા કઈ રીતે, એક નેતા કઈ રીતે, તો આ વિચારધારાની લડાઈ છે.

અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોઈ એવું નિવેદન મળ્યું નથી, જેમાં તેમણે એક દેશ એક ભાષા લાગુ કરવાની વાત કહી હોય. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ તામિલનાડું પર હિન્દી થોપવા માંગે છે. તો તેમનો જવાબ હતો, આ દેશની દરેક ઈંચ મારા માટે પવિત્ર છે. એ જ રીતે આ દેશની તમામ ભાષાઓ પણ મારા માટે પવિત્ર છે. તેના આધારે હું કામ કરું છું. તેના આધાર પર રાષ્ટ્રીય શિક્ષા નીતિ પણ તૈયાર કરવામાં આવી છે.

વર્ષ 2022માં 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસના પ્રસંગે તેમણે ટ્વિટ્સ દ્વારા હિન્દી ભાષાની સરળતા અને સહજતાની પ્રશંસા કરી હતી. એ જ રીતે ગત વર્ષે આ પ્રસંગે તેમણે હિન્દીને રાષ્ટ્રીય એક્તા મજબૂત કરવાનું માધ્યમ ગણાવ્યું હતુ. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય એવું કીધું નથી કે સમગ્ર દેશમાં માત્ર હિન્દી ભાષાની જ બોલબાલા થાય.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎