:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમિત શાહનાં નકલી વીડિયોનો મામલો: ગૃહમંત્રીએ કહ્યું- ધર્મ આધારિત આરક્ષણને અમે ખત્મ કરીશું

top-news
  • 30 Apr, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે અમે પૂર્ણ બહુમતીનો ઉપયોગ 370ને ખત્મ કરવા માટે કર્યો છે. કોરોના સામે લડવામાં કર્યો છે. અંગ્રેજોના કાયદાને બદલીને ભારતીય પદ્ધતિના કાયદાને લાવવા અને ત્રિપલ તલાકને ખત્મ કરવામાં કર્યો છે. તે પછીથી કોર્ટમાંથી જનાદેશ મળ્યા પછી રામ મંદિરને બનાવવામાં પણ અમારી સરકારે ભૂમિકા નિભાવી છે. 

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ભ્રમમાં નાખવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણની સમર્થક અને હમેશા તેના સંરક્ષણની ભૂમિકા નિભાવશે. આ વાત ઘણી વખત નરેન્દ્ર મોદીએ પણ કહી છે. એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણમાં કોઈએ અડચણ સર્જી હોય તો તે પક્ષ છે કોંગ્રેસ.

અમિત શાહે વધુમાં કહ્યું કે સૌથી પહેલા કોંગ્રેસે સંયુક્ત આંધપ્રદેશમાં મુસલમાનોને આરક્ષણ આપ્યું છે. તેના પગલે ઓબીસીનું આરક્ષણ કપાયું છે. તે પછીથી કર્ણાટકમાં કોઈ પણ પ્રકારના સરવે વગર મુસલમાનોને ચાર ટકા કોટા રિઝર્વ આપવામાં આવ્યો છે. તેના કારણે પણ ઓબીસીનું રિઝર્વેશન ઘટ્યું છે. ધર્મના નામ પરના રિઝર્વેશનની બંધારણમાં જોગવાઈ નથી. તેથી તે ગેરબંધારણીય છે.