ભાગેડું રેવન્નાને JDSએ સસ્પેન્ડ કર્યા: SIT દ્વારા કથિત અશ્લીલ વીડિયોની તપાસ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan30042024_082405_Dev G 1.webp)
- 30 Apr, 2024
હાલ પૂર્વ વડાપ્રધાન એચ ડી દૈવ ગોવડાના પરિવારની ચર્ચા છે. જોકે આ પાછળનું કારણ સેક્સ સ્કેન્ડલ છે. આ સેક્સ સેકન્ડલમાં દૈવ ગોવડાના પૌત્ર પ્રજ્જવલ રેવન્ના પર ગંભીર આરોપ લાગ્યા છે. તેમની પર યૌન શોષણ, સેક્સ વીડિયો રેકોર્ડ કરવા અને ધમકાવવા સહિતનું ષડયંત્ર રચવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલામાં રેવન્નાની તપાસ પૂરી થાય ત્યાં સુધી તેમને JDSમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેડીએસની કોર સમિતિના સભ્ય જીટી દેવેગૌડાએ કહ્યું કે રાજ્ય સરકારએ આ મામલામાં એસઆઈટીની રચના કરી છે. અમે આ વાતને વધાવીએ છીએ. તપાસ ચાલશે ત્યાં સુધી અમે આ મામલે કોઈ જ નિવેદન નહીં આપીએ. અમે તપાસમાં સહયોગ કરીશું. રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા બાબતે દેવેગૌડાને જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જેડીએસ પાર્ટી મહિલાઓ પર અન્યાયની વિરોધી છે. જોકે જેડીએસ પાર્ટી મહિલાઓ પર થતા અન્યાયની વિરોધી છે. બીજો એક સવાલ એ પણ છે કે જ્યારે ચૂંટણીમાં પાંચ દિવસનો જ સમય બચ્યો છે, ત્યારે શાં માટે પેનડ્રાઈવને રિલિઝ કરવામાં આવી.
આ સમગ્ર મામલામાં કર્ણાટકના હાસનમાં બે મામલાઓ નોંધાયા છે. એક કેસ એચ ડી રેવન્ના અન બીજો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્નાની વિરુદ્ધ નોંધાયો છે. બીજો એક મામલો નવીન ગૌડાની વિરુદ્ધ પણ નોંધાયો છે. હવે આ બંને મામલા કર્ણાટક સરકારના આદેશ પર તપાસ માટે એસઆઈટીને સોંપવામાં આવ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ