ઈન્દોરમાં કોંગ્રેસને બીજો ઝટકો: સબસ્ટિટ્યૂટ ઉમેદવારની અરજી ફગાવાઈ
- 30 Apr, 2024
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. અગાઉ સુરતમાં ઉમેદવારનું નમાંકન રદ થઈ ગયું હતું. તો બીજી તરફ ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવારે નામાંકન પરત લઈ લીધુ છે. આ દરમિયાન ઈન્દોરમાં કોંગ્રેસના સબસ્ટિટ્યૂટ ઉમેદવાર મોતી પટેલની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે મોતી પટેલની અરજી પર સુનાવણી દરમિયાન ટ્રેનની વેટિંગ ટિકિટનો ઉલ્લેખ કર્યો હતો.
હાઈકોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ટિકિટ વેટિંગ લિસ્ટની છે અને તે ક્યારેય કન્ફોર્મ થતી નથી અને પછીથી તે જાતે જ કેન્સલ થઈ જાય છે. એવામાં જે પણ યાત્રી આવે છે, તેણે જનરલ ટિકિટ લઈને યાત્રા કરવી જોઈએ. જેથી તે કોઈ પણ પ્રકારના દંડ વગર યાત્રા કરી શકે. એવામાં જ હાઈકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી આયોગની પાસે જવા અંગેનું પણ સુચન કર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ