અનુપમા રાજકારણમાં: ભાજપમાં જોડાઈ, ટિકિટ મળવાની શક્યતા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01052024_085108_Anupa Rajkaran Ma.webp)
- 01 May, 2024
રામાનંદ સાગરની ટીવી સિરિયલ રામાયણના કલાકારો અરુણ ગોવિલ(રામ), દિપિકા ચીખલિયા(સીતા), અરવિંદ ત્રિવેદી(લકેશ), ડ્રીમ ગર્લ હેમા માલિની, ધરમ-ગરમ ધર્મેન્દ્ર, તેમનો પુત્ર સનિદેવલ અને પંગા ગર્લ કંગના રનોત બાદ હવે ટીવી સિરિયલ અનુપમાની મુખ્ય એક્ટ્રેસ રૂપાલી ગાગુલીએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. રૂપાલી હાલ અનુપમા સિરિયલનો હિસ્સો છે. રૂપાલીની સાથે જ ફિલ્મ ડાયરેક્ટર અમય જોશી પણ ભાજપમાં જોડાયા છે. અમયે ઘણી મરાઠી ફિલ્મ ડાયરેક્ટ કરી છે.
બીજેપીમાં જોડાઈ રૂપાલી
દિલ્હી હેડક્વાર્ટરમાં રૂપાલીએ બીજેપી પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું છે. એક્ટ્રેસે આ પ્રસંગે કહ્યું કે મેં જ્યારે વિકાસના મહાયજ્ઞને જોયો તો મને પણ થયું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા બધાના આર્શીવાદ અને સાથની જરૂરિયાત છે. હું જે કરું તે સાચુ હોય અને સારું હોય.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ