ધમકી ભર્યા ઈમેલનું છે રશિયન કનેક્શન: એક મેસેજથી દિલ્હી-NCRની 80 સ્કુલોમાં ગભરાટ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01052024_100747_123.webp)
- 01 May, 2024
દિલ્હી અને નોઈડાની 80 સ્કુલોને એક ધમકી ભર્યો ઈમેલ મોકલવાને લઈને બબાલ થઈ છે. સ્કુલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તેમાં દ્વારકાની DPS, મયુર વિહારની મધર મેરી સ્કુલ અને દિલ્હીની સંસ્કૃતિ સ્કુલ જેવી હાઈપ્રોફાઈલ સ્કુલ સામેલ છે. જે ધમકી ભર્યો ઈમેલ સ્કુલોને મોકલવામાં આવ્યો છે, તેમાં મજહબી સંગઠન તરફથી ખતરનાક વાતો લખવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે સ્કુલોમાં બોમ્બ રાખવામાં આવ્યો છે, તેની સાથે જ ઉડાવવાની ધમકી પણ આપવામાં આવી છે.
આ સમગ્ર મામલાને લઈને સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે. સૂત્રોનું કહેવું છે કે સ્કુલોને જે ધમકી ભર્યો મેલ મોકલવામાં આવ્યો છે, તે રશિયામાંથી મોકલવામાં આવ્યો છે. આઈપી એડ્રેસની તપાસમાં રશિયન લેગવેજ ડિટેક્ટ થઈ છે. ઈમેલ મળ્યા પછી દિલ્હી પોલીસે સ્કુલોમાં પહોંચીને તપાસ શરૂ કરી. જોકે આ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ મળ્યો નહોતો.
આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી એજન્સીઓને શંક છે કે ઈમેલ મોકલવા માટે જે આઈપી એડ્રેસનો ઉપયોગ થયો છે, તેનું સર્વર વિદેશમાં છે. નોઈડા-ગાજિયાબાદ-દિલ્હી પોલીસ એકબીજા સાથે કોઓર્ડિનેશન કરીને તપાસને આગળ વધારી રહી છે. એ બાબત પણ સામે આવી છે કે ઈમેલ મોકલવા માટે એક જ આઈપી એડ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્કુલોને ધમકી ભરેલો ઈમેલ રશિયાથી મોકલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આઈપી એડ્રેસ રશિયાની ભાષામાં ડિટેક્ટ થયું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ