:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દુબઈમાં ફરી મુસળધાર વરસાદ પછી એડવાઈઝરી ઈસ્યુ: બસ સર્વિસિસને સસ્પેન્ડ કરાઈ

top-news
  • 02 May, 2024

સંયુક્ત અરબ અમીરાત(UAE)માં ગત મહિને ભીષણ પૂર આવ્યાના થોડા દિવસો પછી ગુરુવારે સવારે આબૂધાબી અને દુબઈમાં ભારે વરસાદ અને તોફાન આવ્યું છે. તે પછીથી ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી અને દુબઈમાં બસ સર્વિસિસને સસ્પેન્ડ કરવામાં આવી. ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ દુબઈ આવતી પાંચ ફ્લાઈટ્સને રાતે ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે નવ આવતી અને ચાર બહાર જતી ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીરાતની ઘણી ફ્લાઈટ્સને પણ રદ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુબઈના નાગરિકો ગુરુવારે સવારે લગભગ 3 વાગ્યે ભારે પવનો અને વીજળીના કારણે જાગી ગયા હતા. 

વરસાદના લગભગ એક કલાક પછી લગભગ 4 વાગ્યે દેશના હવામાન વિભાગે એક એમ્બર  એલર્ટ ઈસ્યુ કરી હતી. જેમાં ઈશારો કરવામાં આવ્યો કે વાદળોએ દેશના મોટાભાગના હિસ્સાને ઢાંકી દીધો છે. 3 મે સુધી દેશમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ રહેવાની શક્યતા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આબૂધાબીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવા અંગેની માહિતી મળી છે. જેબેલ અલી, અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ, દુબઈ ઈન્ડસ્ટ્રીયલ સિટી, દુબઈ ઈન્વેસ્ટમેન્ટ્સ પાર્ક અને જુમેરા વિલેજ ટ્રાએંગલમાં ભારે પવનો ફૂંકાયા છે. બુધવારે દુબઈ એરપોર્ટ્સ અને બે સ્થાનિક એરલાઈન્સે મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં તેમને દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જવામાં વિલંબ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎