:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેસરગંજથી બ્રજભૂષણના પુત્રને ટિકિટ: BJPએ રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યા

top-news
  • 02 May, 2024

લોકસભા ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ઉમેદવારોની 17મી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં રાયબરેલી સીટ અને કેસરગંજના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેસરગંજ સીટ પરથી પાર્ટીએ બ્રજભૂષણના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપી છે. આ સિવાય પાર્ટીએ રાયબરેલીના ઉમેદવારના નામનો પણ ખુલાસો કર્યો છે. પાર્ટીએ અહીં દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યા છે. 

બીજેપીએ પોતાના હાલના સાંસદ બ્રૃજભૂષણ શરણ સિંહની ટિકિટ કાપીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને કેસરગંજ સીટથી મેદાનમાં ઉતાર્યા છે. કરણ ભૂષણ સિંહ બીજેપી સાંસદ   બૃજભૂષણ શરણ સિંહના નાના પુત્ર છે. 13 ડિસેમ્બર 1990ના રોજ જન્મેલા કરણ એક પુત્રી અને એક પુત્રના પિતા છે. તેઓ ડબલ ટ્રેપ શૂટિંગના નેશનલ ખેલાડી રહી ચુક્યા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ કરણ ભૂષણે ડો.રામ મનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલયમાંથી બીબીએ અને એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સાથે જ ઓસ્ટ્રેલિયા બિઝનેસ મેનેજમેન્ટમાંથી ડિપ્લોમાં પણ કર્યું છે. હાલ તેઓ ઉત્તરપ્રદેશ કુશ્તી સંઘના અધ્યક્ષ છે. સાથે જ સહકારી ગ્રામ વિકાસ બેન્કના અધ્યક્ષ પણ છે. આ તેમની પ્રથમ ચૂંટણી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎