:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

યુએનમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર: આતંકીના મોઢે શાંતિની વાત ન શોભે

top-news
  • 03 May, 2024

યુએન જનરલ એસમ્બલીમાં ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ભારતે કહ્યું હતું કે તેનો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ છે. પાકિસ્તાનના રાજદ્રારી દ્વારા યુએન જનરલ એસેમ્બલી બેઠકમાં ભારતના કાશ્મીર, સિટિઝનશીપ(અમેન્ડમેન્ટ) એક્ટ અને અયોધ્યાના રામ મંદિર બાબતે ટિપ્પણી કરતા ભારતે તેના વળતા જવાબમા પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. 

ભારતના યુએનના કાયમી પ્રતિનિધિ એવા રુચિરા કાબોજે પાકિસ્તાનની નિંદા કરી હતી. પાકિસ્તાના યુએનના રાજદ્રારી એવા મુનીર અકરમે પહેલા કાશ્મીર, સિટિઝનશીપ(અમેન્ડમેન્ટ) એક્ટ અને અયોધ્યાના રામ મંદિર મુદ્દે ભારતની નિંદા કરતા તેના વળતા જવાબમાં ભારતના યુએનના કાયમી પ્રતિનિધિએ રુચિરા કામબોજે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. કલ્ચર ઓન પીસના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદ સીધી રીતે જ કલ્ચર ઓન પીસનો વિરોધી છે. આ સિવાય તમામ ધર્મનો મુખ્ય સારાંશ એવા કરુણા , સમજણ અને સહઅસતિત્વથી પણ તે વિપરીત છે. તેના પગલે સમગ્ર વિશ્વમાં એકતા પણ જળવાતી નથી. 

કબોજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત સતત શાંતિ જળવાય તે માટે પ્રયત્નશીલ છે. ભારતમાં તમામ હિન્દુ, બોદ્ધ, જૈન, શીખ, ઈસ્લામ, ખ્રિસ્તી સહિતના ધર્મો છે. અમારા ત્યાં વિવિધતામાં એકતા છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎