:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

ભણતર માટે પૈસા નહોતા: છતાં યુવાનો આ રીતે બન્યા છે ડોક્ટર, એન્જિનિયર...

top-news
  • 03 May, 2024

ગુજરાતી કહેવત મન હોય તો માળવે જવાય, સાચી છે. પરંતુ આજના આ અર્થ યુગમાં પૈસાનું મહત્વ એટલું છે કે ઘણી વ્યક્તિઓને પોતાની મહત્વકાંક્ષાઓ તો પુરવી કરવી હોય પણ તેઓ ક્યાંકને ક્યાંક પૈસાના અભાવને કારણે અટકતા હોય છે. જોકે આવા સમયે જ્યારે વ્યક્તિને મદદ મળી જાય તો તેના રણમાં પાણી મળ્યા હોવાનો અહેસાસ થાય છે. આજે અહીં આપણે એવા બે અમદાવાદી યુવાનોની વાત કરવી છે, જેમની પાસે પોતાનું સપનું તો પહેલેથી હતું જ પરંતુ પૈસા નહોતા. એટલે વાત અટકીને ઉભી રહેતી હતી, જોકે મજાની વાતે એ છે કપરા સંજોગોમાં પણ તેમણે પરિસ્થિતિને વશ થયા વિના પોતાનો માર્ગ શોધી કાઢ્યો હતો. તો ચાલો જાણીએ આ યુવાનોના સંઘર્ષ વિશે...


અમદાવાદની ઇન્ડિયા કોલોનીમાં રહેતો વિરેન ઝાલાવાડીયા સહજાનદ વિદ્યાલય, નરોડામાં અભ્યાસ કરતો હતો, તેના ધોરણ 10માં 81 ટકા આવ્યા હતા. તેને આગળ વધુ ભણવું હતું અને એન્જિનિયર બનવું હતુ. જોકે ઘરની પરિસ્થિતિ નબળી હતી. પરિવારમાં પિતાનું મુત્યું થઈ ગયું હતું. પિતાના મૃત્યુ પછી ઘરમાં કમાનાર કોઈ નહોતું. આ દરમિયાન મને શાળામાંથી મને યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટની જાણ થઈ મેં ટ્રસ્ટનો સંપર્ક કરી હકીકત જાણી અને ટ્રસ્ટ દ્વારા મને 2016માં ધોરણ 10માં પહેલી સહાય 25,000 રૂપિયા આપવામાં આવી હતી. આ જ સહાય કોલેજમાં પણ ટ્રસ્ટ દ્વારા મને મળવાની ચાલુ જ રહી હતી. જેના પગલે આજે હું કમ્પ્યુટર એન્જિનિયર બન્યો અને હાલ હું ઈ કોમર્સ બિઝનેસ કરી રહ્યો છું. આજે હું જે પણ છું એ યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટની મદદથી જ છું.



આવા જ બીજા પ્રજાપતિ જસ્મીન મહેશભાઈ અમદાવાદના નરોડામાં રહે છે. તે સહજાનદ વિદ્યાલય, નરોડામાં અભ્યાસ કરતો હતો. ધોરણ 10માં તેના 93% અને ત્યાર બાદ ધોરણ 12 સાયન્સમાં 92% આવ્યા હતા. પરિવારમાં આર્થિક સમસ્યાના કારણે ભણતરમાં ખૂબ જ મુશ્કેલી થતી હતી. જોકે મારા પિતા હીરા ઘસતા હતા પરંતુ મારે ભણીને આગળ વધવું હતું અને ડૉક્ટર બનવું હતું પણ ઘરની પરિસ્થિતિ કારણે મને એમ હતું કે મારાથી આગળ નહીં ભણી શકાય. જોકે ભગવાન ક્યાંકને ક્યાંક મારી મદદ કરી રહ્યા હોયે તેમ સ્કુલે મારુ નામ યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટને આપ્યું અને પછીથી 2017માં મને ટ્રસ્ટ દ્વારા પહેલી સહાય 20,000 રૂપિયા કરવામાં આવી હતી. ત્યાર પછી એમબીબીએસના કોર્સ માટે હું મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગાંધીનગર ગયો હતો. કોર્ષ માટે મને પાંચ વર્ષમાં એક લાખ સુધીની સહાય ટ્રસ્ટ દ્વારા મળી હતી. જેના થકી હું એમબીબીએસ ડોક્ટર બની શક્યો. હાલ હું વિસનગરમાં નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભણાવું છું. ટ્રસ્ટમાં સ્વયંસેવક તરીકે પણ હું કાર્યરત છું. હું કહી શકું કે યુવા અનસ્ટોપેબલ ટ્રસ્ટે મારુ જીવન બદલ્યું છે.


ટ્રસ્ટની વિગતવાર જાણકારી આપતા પવન જૈન કહે છે કે આ ટ્રસ્ટની સ્થાપના અમિતાભ શાહે 2005માં કરી હતી. ટ્રસ્ટનો મુખ્ય હેતુ ભણતર છે. હાલ ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 7,000 બાળકોને આ પ્રોજેક્ટ અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવી છે. આ માટે ડોનેશન માટે અમારી પાસે મોટી મોટી કંપનીઓ છે. જેમકે એચડીએફસી, ઇન્ફો, અદાણી વગેરે કંપનીઓ અમારી સાથે સેવા કાર્યમાં જોડાયેલ છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎