:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેજરીવાલની વચગાળાની જામીન અરજી સાંભળવામાં આવશે: 7મેના રોજ હાથ ધરાશે સુનાવણી

top-news
  • 03 May, 2024

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત મળે તેવી વાત તેમની વચગાળાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કહી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ઈડી)ને કહ્યું હતું કે તે દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પગલે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પરની દલીલને સાંભળશે. ઉલ્લેખનીય છે કે હાલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરાબ નીતિ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલામાં જેલમાં બંધ છે. 

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાનકર દત્તાની બેન્ચે ઈડી તરફથી રજૂઆત કરતા એડીશનલ સોલિસિટર જનરલ એસ વી રાજૂને કહ્યું હતું કે હાલના તબક્કે અરવિંદ કેજરીવાલની ધરપકડ  સામે કરાયેલી અરજીની સુનાવણી કરવામાં સમય લાગશે, તેથી કોર્ટ તેમની વચગાળાની અરજી પર એજન્સીની દલીલોને સાંભળવા વિચારણ કરી રહી છે. એડિશનલ સોલિસિટરે આ અંગે કહ્યું હતું કે કેજરીવાલની વચગાળાની જામીન અરજીનો તે વિરોધ કરશે. 

બેન્ચે સોલિસિટરનો જવાબ સાંભળતા કહ્યું હતું કે અમે વચગાળાની જામીન અરજીને સાંભળવાની વાત કરી રહ્યાં છે. વચગાળાની અરજીને ગ્રાહ્ય રાખવાની વાત કરતા નથી. અમે આ અરજી ગ્રાહ્ય રાખીએ પણ ખરા અને ન પણ રાખીએ. કોર્ટે આ અરજીની વધુ સુનાવણી 7 મેના રોજ નિયત કરીને રાજુને આ અંગે દલીલ કરવા સંપૂર્ણ તૈયારી સાથે આવવા કહ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎