:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી આપ્યું હતું રાજીનામું

top-news
  • 04 May, 2024

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા પછી અરવિંદર સિંહ લવલી અંગે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે તેઓ આજે ભાજપમાં જોડાઈ જતા આ તમામ અટકળોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2017માં તેઓ ભાજપમાં જોડાયા હતા.

પહેલા અરવિંદર સિંહે શું વાત કરી હતી
પોતાના રાજીનામા અંગે વાત કરતા અરવિંદર સિંહ લવલીએ કહ્યું હતું કે મારા વિશે એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે હું ટિકિટ ન મળવાને પગલે  નારાજ હતો એટલે મેં રાજીનામું આપી દીધું છે. જોકે આ બાબત ખોટી છે. જ્યારે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્રાજને આ દાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે અરવિંદર સિંહ લવલી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે. જોકે આ વાતનો ખુલાસો કરતા અરવિંદરે કહ્યું હતું કે હું સૌરભ ભારદ્રાજને શુભકામના પાઠવવા બદલ આભાર માનું છું. મને લાગે છે કે તે અન્ય પક્ષો વતી નિર્ણયો લે છે.

અરવિંદરે આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી મેં રાજીનામું આપી દીધું છે. હું કોઈ પાર્ટીમાં જઈ રહ્યો નથી. મારી લડાઈ સિદ્ધાંતોને લઈને છે. કોંગ્રેસના કાર્યકરોના મનની પીડાને ધ્યાને લેતા મેં રાજીનામું આપ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎