રાંચીમાં નોકરને ત્યાંથી મળ્યા ઢગલાબંધ રૂપિયા, જાણો ક્યાંથી આવ્યા...
- 06 May, 2024
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે સોમવરે રુરલ ડેવલોપમેન્ટ મિનિસ્ટર અલામગીર આલમના પ્રાઈવેટ સેક્રેટરીના ઘરે કામ કરતા એક નોકરના ઘરે રેડ પાડી છે. આ રેડમાં મોટા પ્રમાણમાં કાળું નાણું પ્રાપ્ત થયું છે. આ અંગે એક સોર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ચલણી નોટના બડલો મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યાં છે. આ રૂમ રુરલ મિનિસ્ટર આલમગીર આલમના પ્રાઈવેટ સેક્રેટરીને ત્યાં કામ કરતા એક નોકરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ આ ચલણી નોટોની ગણતર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ રુરલ ડેવલોપમેન્ટ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર કે રામની ધરપકડ ગત વર્ષે એક મની લોન્ડરિંગ કેસમાં થઈ હતી. તેને સંલગ્ન કેસમાં આજે ઈડીએ આ દરોડા પાડ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈને આલમે જણાવ્યું હતું કે મને આ અંગે કોઈ જ અધિકારિક માહિતી નથી. હું ટીવી જોઈ રહ્યો છું અને તેમાં બતાવવામાં આવી રહ્યું છે કે દરોડા જ્યાં પડ્યા છે તે જગ્યા સરકારે મને આપેલા પર્સનલ સેક્રેટરીની છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ