અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો: હુમલો ભાજપે કરાવ્યો હોવાનો દાવો
- 06 May, 2024
ઉત્તરપ્રદેશના અમેઠીમાં રવિવારે મોડીરાતે કોંગ્રેસ કાર્યાલયમાં હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની માહિતી મળ્યા પછી સ્થળની મુલાકાત લઈ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસે આ હુમલો બીજેપીના ગુડાઓએ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસે x પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં કારના કાચને નુકસાન કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસે સમગ્ર ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે ભાજપને અમેઠીમાં હારી જવાનો ડર હોવાના પગલે આ હુમલો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે આ અંગે વધુમાાં કહ્યું છે કે કોંગ્રેસના કાર્યાલય પર બીજેપીના ગુડાઓએ જ લાકડીઓ અને લોખંડના ડંડાઓ વડે હુમલો કર્યો છે અને વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં કોંગ્રેસના કાર્યકર અને અમેઠીના લોકોને પણ ઈજા પહોંચી છે. આ સિવાય સ્થાનિકોના વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ